<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

કાર ભાડે લઇ જઇ બારોબાર વેંચી નાખી ઠગાઇના ગુનામાં વધુ એક શખ્‍સ પકડાયો

ડીસીપી ઝોન-૨ના નાસતા ફરતા સ્‍કવોડના પી.એસ.આઇ. આર.એચ. ઝાલા તથા ટીમે સાહિલ ઉર્ફે ડેવીલને દબોચ્‍યો

રાજકોટ તા.૨૦: શહેરના બજરંગવાડી  વિસ્‍તારમાં યુવાનની કાર ભાડેથી લઇ જઇ બારોબાર વેંચીનાખી છેતરપીંડી આચરવાના ગુનામાં ફરાર વધુ એક શખ્‍સને ડીસીપી ઝોન-૨ના નાસતા ફરતા સ્‍કવોડે પકડી લીધો હતો.

 મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા શખ્‍સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એડીશનલ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયા, તથા ડીસીપી ઝોન-૨ના રાકેશ દેસાઇની સૂચના મુજબ નાસતા ફરતા સ્‍કવોડના પી.એસ.આઇ. આર.એચ. ઝાલા સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા. ત્‍યારે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા કાર ભાડેથી લઇ જઇ બારોબાર વેંચી નાખવાના ગુનામાં નાસતો ફરતો વધુ એક આરોપી સાહિતલ ઉર્ફે ડેવીલ હમીરભાઇ નારેજા (ઉ.વ.૨૨) (રહે.કોઠારિયા સોલવન્‍ટ રસુલપર શેરીનં.૧૦)ને પકડી લીધો હતો.

 આ કામગીરી પી.એસ.આઇ. આર.એચ. ઝાલા, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અંકીતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્‍સ.અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા દ્વારા કરવામાં આવી હતી.

(2:34 PM IST)