<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

કિંગ ઓફ ફુડમાંથી ૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

મનપાની ફુડ શાખા દ્વારા ૭ ખાણીપીણીના ધંધાર્થીઓને લાઈસન્‍સ અંગે સુચના : નાના મવા રોડ ખાતેથી વાસી ગ્રેવી, બાફેલા શાકભાજી, મંચુરીયન તથા પંજાબી સબ્‍જી મળી

 

રાજકોટ, તા.૨૦: મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગ કરી ૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ૭ને લાઈસન્‍સ અંગે સૂચના આપવામાં આવી હતી.

મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ભીમનગર ચોક, નાના મવા રોડ, રાજકોટ મુકામે આવેલ કિંગ ઓફ ફૂડ પેઢીની તપાસ કરતા સ્‍થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી ગ્રેવી, બાફેલા શાકભાજી, મંચુરિયન તથા પંજાબી સબ્‍જી વગેરે મળીને કુલ ૮ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્‍ડિશન, યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા તથા લાયસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન શિવાલય કોમ્‍પ્‍લેક્ષ, આશીર્વાદ હોસ્‍પિટલ પાસે, મવડી રોડ, રાજકોટ મુકામે આવેલ બાલાજી ઢોસા તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્‍ડિશન, યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા તથા લાયસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન મવડી ચોકડી, રાજકોટ મુકામે આવેલ શ્રી રેસ્‍ટોરેન્‍ટ તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્‍ડિશન તથા લાયસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના જય ભીમ ચોક - નાનામવા રોડ તથા રેસકોર્ષ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૭ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૧૫ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઆમાં મારુતિ જનરલ સ્‍ટોર, મેલડી કળપા પ્રોવિઝન સ્‍ટોર, જેનીલ કાવો, શ્રી રાજલ ઘૂઘરા, ભેરુનાથ ફ્રૂટ સલાટ, શિવશક્‍તિ મોમોઝ તથા ફૂડ સ્‍ટેશનને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. (રર.૨૦)

 

(2:56 PM IST)