તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th January 2026
ફલાવર બેડના પૈસા ઉઘરાવ્યા પણ સરકારને બીલ્ડરોનો ઠેંગોઃ કોંગ્રેસ
મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષનો આકરો મિજાજઃ પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો

સામાન્ય સભામાં પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના નગરસેવકો કોમલબેન ભારાઈ, વશરામભાઈ સાગઠીયા તથા મકબુલભાઈ દાઉદાણી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા.૨૦: આજે મનપા શાસકોનું છેલ્લુ જનરલ બોર્ડ યોજાયું હતું. જેમાં કોંગ્રેસ નગર સેવકો દ્વારા શહેરના બિલ્ડરો દ્વારા વધારાના બાંધકામની રકમ ન ભરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત મનપાની મિલ્કતો વેચવાનું બંધ કરો ના પ્લે કાર્ડ સાથે મનપા પહોંચ્યા હતા. આ તકે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી તથા કોમલબેન ભારાઈએ શાસકોને વિવિધ પ્રશ્ને આડે હાથ લીધા હતા.
વશરામભાઇએ ફલાવર બેડ મુદ્દે આક્રોશ વ્યકત કરી જણાવેલ કે, રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ દ્વારા સરકારને રજૂઆતો કરી હતી જેના અનુસંધાને સરકારના તારીખ ૧૬ ઓકટોબર ૨૦૨૫ના શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા એક હુકમ કરવામાં આવે છે છે કે રાજકોટ મહાનગરપાલિકાએ અને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળની હદમાં તારીખ ૧ જાન્યુ. ૨૦૨૪ પહેલા રહેણાંક વાણિજ્ય તેમજ મિક્સ પ્રકારના હેતુ માટે બાંધકામની પરવાનગી મેળવેલી હોય તેમ જ રેરામાં પ્રોજેક્ટ રજીસ્ટર તથા સ્થળે બાંધકામ શરૂ કરવામાં આવેલ હોય તેવા પ્રકરણોમાં મહત્તમ ૦.૬૦ સુધીની પહોળાઈના પ્રોજેક્શનના કરેલ બાંધકામને વપરાશી વિસ્તાર સાથે ભેળવી દેવામાં આવેલ હોય તે ક્ષેત્રફળને એફ એસ આઇની માંગણી રસ્તા મુજબ મળવા પાત્ર મહત્તમ ઉંચાઈની મર્યાદામાં જે તે પ્રોજેક્ટમાં જો આવા વધારાનું બાંધકામ મળવા પાત્ર કુલ એફએસઆઇની મર્યાદામાં હોય તો વધારાના બાંધકામને પેડ એફએસઆઈ તરીકે ગણી બે ગણી રકમનો વધારો કરવાનો રહેશે.
જે તે પ્રોજેક્ટમાં જો વધારાના બાંધકામ મળવાપાત્ર એફ એસ આઇ કરતા પણ વધારે થતું હોય તો સદર વધારાના બાંધકામને ખુલ્લી જમીનની જંત્રીના ૧૦૦ ટકા વસૂલ કરવાના રહેશે સરકારી ગાઈડલાઈન અને તેના હુકમ પ્રમાણે જીડીસીઆરના નિયમો મુજબ નહીં વર્તન કરનાર બિલ્ડરો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
સી.જી.ડી.સી.આરમાં ઉલ્લેખ છે કે કમ્પ્લીસન સર્ટિફિકેટ માટે જે તે ફાઈલ ઇનવર્ડ થાય ત્યારથી ૨૧ દિવસમાં ફાઈલ મંજૂર અથવા ના મંજૂર થવી જોઈએ અને આ ફાઈલ રાખી મૂકનાર સામે પગલાં લેવા જોઈએ અને જો આવા પ્રોજેક્શન વાળા બિલ્ડીંગના પ્લાન રિવાઇઝ થાય તો તેમાં વધારાનું બાંધકામ છે તો ફાયર એનઓસી કેમ માગવામાં આવતું નથી અને આવા પ્રોજેક્શન વાળા બિલ્ડીંગના રિવાઇઝ પ્લાન મૂકવામાં આવે ત્યારે મુકનારનું રજીસ્ટર સોગંદનામુ તથા રજીસ્ટાર ઓફિસનું એનઓસી લેવું જોઈએ કે આ બિલ્ડીંગમાં કોઈ વેચાણ થયેલ નથી તેની ચકાસણી માટે અમે પ્લાન મૂકનાર આ મિલકતના માલિક છે તે સાબિત કરવા માટે સોગંદનામુ કરવું જોઈએ હજુ આ પ્રોજેક્શન વાળા નવા બાંધકામો ચાલુ થયા છે તો તેની ઉપર કોઈ શિક્ષાત્મક પગલાં લેવા છે કે નહીં તો કેમ લેવાતા નથી. તેવા સવાલો કર્યા હતા. (રર.૧૯)
(2:56 PM IST)










