<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ગત બજેટના પ્રોજેકટના કામો કયાં પહોંચ્‍યા ?

મેયર તથા મ્‍યુનિ. કમિશનર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્‍થિતિમાં મીટીંગ યોજાઇ

રાજકોટ, તા. ર૦ : મહાનગરપાલિકા દ્વારા સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલ કમિશનર વિભાગ કોન્‍ફરન્‍સ રૂમમાં પદાધિકારીઓની ઉપસ્‍થિતિમાં ચાલુ નાણાકીય વર્ષના બજેટ અંતર્ગત રીવ્‍યુ મિટીંગ યોજાઈ.

કમિશનરએ બજેટમાં રજુ કરેલ યોજના ઉપરાંત સ્‍ટેન્‍ડિંગ કમિટીએ નવી યોજના ઉમેરેલ હતી. જેની સમયાંતરે પદાધિકારીઓ તેમજ કમિશનર દ્વારા સમિક્ષા કરવામાં આવતી હોય છે. અને કામગીરી પૂર્ણ કરવામાં ઝડપ થાય તે દિશામાં પ્રયત્‍નો હાથ ધરવા અને કોઈ નાની મોટી સમસ્‍યા હોય તો તે અંગે સંકલન કરી કામગીરી સુચારૂરૂપે આગળ વધે તે જોવા સૂચનાઓ આપવામાં આવતી હોય છે. 

હાલમાં, ચાલુ નાણાકીય વર્ષના બજેટ અંતર્ગત ચાલુ વિકાસકામોના પ્રોજેક્‍ટવાઈઝ સ્‍ટેટ્‍સ રીવ્‍યુ કરવામાં આવેલ. જેમાં, મુખ્‍યત્‍વે બાંધકામ, વોટર વર્કસ, ડ્રેનેજ, રોડ રસ્‍તાના કામો, સ્‍ટોર્મ વોટર ડ્રેનેજ કામો તેમજ ચાલુ વર્ષના બજેટમાં ઉમેરેલી નવી યોજનાઓ અને પ્રોજેક્‍ટ્‍સની ગતિ અંગે વિસ્‍તળત માહિતી મેળવી અને કામગીરી ઝડપી બનાવવા સંબંધકર્તા અધિકારીઓને સુચના આપવામાં આવેલ. ઉપરાંત જે કામો હાથ પર લઈ શકાયેલ નથી તેના કારણો અને સ્‍પષ્ટતા મેળવવામાં આવેલ અને વ્‍યાજબી કારણો ગ્રાહ્ય રાખવામાં આવેલ.

અંતમાં, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનએ તમામ યોજના બનતી ત્‍વરાએ પૂર્ણ કરવા સુચના આપેલ તેમજ માન.મેયરએ વિકાસ કામો વેગવંતા બનાવવા બદલ અધિકારીઓને બિરદાવેલ હતા તેમજ માન.કમિશનરએ તમામ પ્રોજેક્‍ટ્‍સને ગતિમાં લાવી અને સમયસર પૂર્ણ કરવા અંગે ખાતરી આપેલ હતી.  

 આ મિટીંગમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, મેયર મતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનરઓ, ચીફ એકાઉન્‍ટન્‍ટ, ટી.પી.ઓ., એમ.ઓ.એચ., સિટી એન્‍જીનિયરઓ, પર્યાવરણ ઇજનેર, ડેપ્‍યુટી એન્‍જીનિયરઓ, રાજકોટ મહાનગરપાલિકાના શાખા અધિકારીઓ વગેરે ઉપસ્‍થિત રહેલ.

(4:15 PM IST)