<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

વાઇબ્રન્‍ટ થકી સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અનેક લોકોને રોજગારીની વિપુલ તકો મળશે

સામાન્‍ય સભામાં અભિનંદન ઠરાવ રજુ કરાયો

રાજકોટઃ વાઇબ્રન્‍ટ ગુજરાતની ૧૧ મી આવૃતિમાં ભારતના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની હાજરીમાં ગત તા.૧૧ જાન્‍યુ.  રવિવારના રોજ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ રીજનલ વાઈબ્રન્‍ટ કોન્‍ફરન્‍સ અંતર્ગત દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા આગામી વર્ષોમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના રાજકોટ, જામનગર, મોરબી, મુંદ્રા તેમજ ખાવડામાં અંદાજીત રૂ.૫.૭૮ લાખ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્‍યા હતા. આ રોકાણમાં મુખ્‍યત્‍વે ગ્રીન એનર્જી ઈકો સીસ્‍ટમ, હાઈડ્રોકાર્બન, પીવીસી પાઈપ, એ.આઈ. ડેટા સેન્‍ટર, પોર્ટ, સોલાર પાવર તેમજ અન્‍ય મેન્‍યુફેક્‍ચરીંગ ક્ષેત્રમાં રોકાણ કરવાનું જાહેર કર્યું હતું. રીફોર્મ, પરફોર્મ એન્‍ડ ટ્રાન્‍સફોર્મના મંત્રને કારણે આજે વિશ્વની તમામ ગ્‍લોબલ સંસ્‍થાઓ ભારતમાં રોકાણ કરવા તત્‍પર છે. આ રોકાણો થકી સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અનેક લોકોને રોજગારીની વિપુલ તકો મળશે તથા અલગ અલગ ક્ષેત્રોનો વિકાસ થવાથી શહેરોનો અને રાજ્‍યનો અભૂતપૂર્વ વિકાસ થવા પામશે. જે બદલ કેન્‍દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર તથા ભારતના યશસ્‍વી વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદી , ગુજરાત રાજ્‍યના મળદુ અને મક્કમ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીને આ ઐતિહાસીક વાઈબ્રન્‍ટ ગુજરાત રીજનલ કોન્‍ફરન્‍સ બદલ આજની આ સામાન્‍ય સભા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

(3:13 PM IST)