<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

શહેરના વિવિધ ચોક-ગાર્ડન-કોમ્‍પ્‍લેક્ષ અટલ બિહારી વાજપેયી-જયંત ઠાકર-આઇશ્રી સોનલ માર્ગ-શ્રી ઉમીયાજી માર્ગ તરીકે ઓળખાશે

આ યોજાયેલ જનરલ બોર્ડમાં નામકરણ સહિતની ૧૧ દરખાસ્‍તો સર્વાનુમતે મંજુરઃ એક દરખાસ્‍ત બહુમતે મંજુર

રાજકોટઃ મ્‍યુનિ.કોર્પોરેશનનાં આજે મળેલ જનરલ બોર્ડમાં એજન્‍ડા પર નામકરણ સહિત ૧૧ દરખાસ્‍ત સર્વાનુમતે તથા ૧ બહુમતે મંજુર થવા પામી હતી. જેમાં મવડીના સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષને અટલ બિહારી વાજપેયી, સાધુ વાસવાણી કુંજ રોડ, શિવાલય ચોક પાસેના ગાર્ડનને શહીદ હેમુ કાલાણી ગાર્ડન, વોર્ડ નં.૧૦, શિવશકિત કોલોની સામેના ગાર્ડનને વીર શહીદ હમીરસિંહજી ગોહિલ ગાર્ડન, વોર્ડ નં.૧૦ એસ.એન.કે. ચોકમાં જે.કે. ચોકથી નીલ કલબ તરફના જુના યુનિ. રોડને શ્રી ઉમિયાજી માર્ગ, વોર્ડ નં.પ રણછોડનગર-૧૦ને સ્‍વાતંત્ર્ય સેનાની શ્રી મનુભાઇ વિઠલાણી, વોર્ડ નં.૪માં લાલપરી મેલડી માતાજી પાસેના ચોકને સરદાર પટેલ ચોક, વોર્ડ નં.૧૬ હુડકો ફાયર સ્‍ટેશનવાળા ચોકને જયંતભાઇ ઠાકર ચોક નામ, વોર્ડ નં.૧૩ ગોંડલ રોડ, લેઉવા પટેલ ક્રયા છાત્રાલય સામેના ખોડીયારનગર શાકમાર્કેટ સુધીના માર્ગને આઇશ્રી સોનલમા માર્ગ નામકરણ, રેલ્‍વે જંકશન મેઇન રોડના ડિમોલીશનગ્રસ્‍તોને વૈકલ્‍પિક જમીન, મનસુખભાઇ છાપીયા ટાઉનશીપની દુકાનોની હરાજી, ર૦૦ કરોડની લોન લેવા કમિશ્નરને અધિકળત કરવા, સફાઇ કામદારોને મેડીકલ સર્ટી. કોર્પો.ના આરોગ્‍ય અધિકારી પાસેથી મળી શકે તેવી સ્‍ટે.કમીટીએ મંજૂર કરેલી દરખાસ્‍ત અંગે નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

(4:10 PM IST)