<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

સાસ-વહુ વચ્‍ચે બોલાચાલી બાદ છરી-પાઇપ-લાકડીથી ધમાલઃ ૩ને ઇજા

કોઠારીયા રોડ સ્‍વાતિ પાર્ક પાસે ઝૂપડામાં બનાવ : ઝૂપડુ ખાલી કરવા મામલે બોલાચાલી બાદ અંદરો અંદર જામી પડી

રાજકોટ તા. ૨૦: કોઠારીયા રોડ સ્‍વાતિ પાર્ક પાસે ઝૂપડામાં રહેતાં અને ભંગારની ફેરી કરતાં દેવીપૂજક પરિવારના સાસુ-વહુ વચ્‍ચે બોલાચાલી બાદ ઘરના સભ્‍યો વચ્‍ચે મારા-મારી થતાં માતા, પુત્ર, પુત્રવધૂને ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા છે.

જાણવા મળ્‍યા મુજબ સ્‍વાતિ પાર્ક પાસે ઝૂપડામાં રહેતાં ગોૈરીબેન છગનભાઇ ચારોલીયા (ઉ.વ.૫૦) ઉપર તેના જ દિકરા કિશન છગન, સંજય છગન અને ગીતા કિશન (કિશોર)એ પાઇપ, છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં માતાને બચાવવા નાનો દિકરો હિતેષ (ઉ.વ.૨૫) વચ્‍ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

સામા પક્ષે ગીતાબેન કિશોર (કિશન) ચારોલીયા (ઉ.વ.૪૦) પણ પોતાના પર સાસુ ગોૈરીબેન, દિયર હિતેષે લાકડીથી હુમલો કરી માર માર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. ગોૈરીબેને કહ્યું હતું કે પુત્રવધૂ ગીતા કારણ વગર બોલાચાલી કરતી હોઇ શાંતિ રાખવા અને ઝઘડો નહિ કરવાનું કહેતાં મારામારી કરી હતી. સામે ગીતાબેને કહ્યું હતું કે મારા સાસુ ગોૈરીબેન અને દિયર હિતેષ અમને ઝૂપડા ખાલી કરી જતાં રહેવાનું કહી માથાકુટ કરે છે. અમે જવાની ના પાડતાં મારા મારી કરી હતી.

 

(3:17 PM IST)