<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

શાસકોએ પોતાની પીઠ થાબડીઃ પ્રજાના પ્રશ્નોનો ઉલાડિયો

મનપાનું છેલ્લુ બોર્ડ : પ્રથા જુનીઃ એક જ પ્રશ્‍નની ચર્ચા જનરલ બોર્ડમાં મેયર નયનાબેન પેઢડીયા અને સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકરે વિકાસ કામોની વાહ..વાહ... અને આભાર દર્શન કર્યુઃ વિપક્ષને માફી ન માંગવા દેતા શાસકોઃ વોર્ડ નં. ૯ના કોર્પોરેટર દક્ષાબેન વસાણીના પ્રથમ પ્રશ્‍નમાં જ બોર્ડ પુરૂ

રાજકોટ : મ્‍યુનિ. કોર્પોરેશનની દ્વિમાસીક સામાન્‍ય સભા આજે સવારે ૧૧ કલાકે નાયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાય હતી. આ બોર્ડમાં માત્ર એક જ પ્રશ્‍નની ચર્ચા થવા પામી હતી. જયારે વર્તમાન પાંચ ટર્મનું છેલ્લા બોર્ડમાં વિકાસ કામોની વાહ... વાહ તથા વિપક્ષને માફી માંગવા સહિતના મુદ્દાઓ થોડા અંશે ગાજ્‍યા હતા. ઉપરોકત તસ્‍વીરમાં અધ્‍યક્ષ (મેયર) નયનાબેન પેઢડીયા, કમિશનર તુષાર સુમેરા) ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, ઇન્‍ચાર્જ સેક્રેટરી ધવલ જોસડીયા તથા સભ્‍યો નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા) (૯.ર૮)

રાજકોટ, તા.૨૦: રાજકોટ મહાનગરપાલિકાનું વર્તમાન ટર્મનું છેલ્લુ જનરલ બોર્ડ મેયર નયનાબેનના અધ્‍યક્ષસ્‍થાને યોજાયુે હતું. આ બોર્ડમાં વિકાસકામોની વાહ.ે.વાહ.. આભારદર્શન તથા એક જ પ્રશ્નની ચર્ચા થવાની હતી.

ભાજપની વર્તમાન બોડીની ટર્મ માર્ચ મહિનાના મધ્‍યમાં પૂરી થઇ રહી છે. આથી મોટા ભાગે ચાલુ બોડીનું આ અંતિમ જનરલ બોર્ડ સવારે ૧૧:૦૦ કલાકે કોર્પોરેશનની સેન્‍ટ્રલ ઝોન કચેરીના બીજા માળે આવેલ રમેશભાઈ છાયા સભા ગળહમાં મેયરના નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ. આ બોર્ડમાં  કુલ ૧૪ કોર્પોરેટરે ૩૧ પ્રશ્ન મૂકયા હતા.  પ્રશ્નતરીમાં પહેલો પ્રશ્ન વોર્ડ નં.૯ના કોર્પોરેટર દક્ષાબેન વસાણીનો છે જેઓએ બે વર્ષમાં અમળત યોજના હેઠળ કેટલી ગ્રાન્‍ટ મળી અને કેટલા કામો થયા? બે વર્ષમાં સ્‍વર્ણિમ યોજના અંગે ઉતરોમાં બોર્ડનો સમય પુરો થયો હતો.

કોર્પોરેશનની વર્તમાન બોડીની પાંચ વર્ષની ટર્મ આગામી ૧૧ માર્ચના રોજ પૂરી થઇ રહી છે. આજે સવારે મેયર નયનાબેન પેઢડિયાના અધ્‍યક્ષસ્‍થાને સંભવત અંતિમ જનરલ બોર્ડ મળ્‍યું હતું. હવે પછી જો સત્તાની રૂએ મેયર દ્વારા બોર્ડ બેઠક બોલાવવામાં આવે તો પણ તે ખાસ બોર્ડ હશે. જેમાં પ્રશ્નાોેત્તરી કાળ હશે નહીં આવતા મહિને બજેટને બહાલી આપવા માટે બજેટ બોર્ડ મળશે. આજે બોર્ડના એક કલાકના પ્રશ્નોતરી કાળમાં ભાજપ અને કોંગ્રેસના ૧૪ કોર્પોરેટરોએ ૩૧ સવાલો રજૂ કર્યા હતા. દરમિયાન બોર્ડની વણલખી પરં૫રા અનુસાર માત્ર એક જ પ્રશ્નોનની લાંબી-લાંબી ચર્ચામાં એક કલાકનો પશ્‍નોત્તરી કાળ વેડફી નાખવામાં આવ્‍યો હતો. વોર્ડ નં.૯ના નગરસેવિકા દક્ષાબેન વસાણીના ગ્રાન્‍ટને લગતા પ્રશ્નનો જવાબ આપવામાં એક કલાકનો સમય વેડફાય ગયો હતો.

અંતિમ ૧૦ મિનિટમાં વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા છેલ્લા પાંચ વર્ષમાં કોઇ સાથી નગરસેવક કે અધિકારીને તેના વાણી કે વર્તનથી દુઃખ લાગ્‍યું હોય તો સભાગળહમાં માફી માંગવા માટે ઉભા થયા હતા. પરંતુ ભાજપના કોર્પોરેટરોએ ભારે દેકારો મચાવી દીધો હતો અને તેઓને બેસાડી દીધા હતા.

સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્‍યું હતું કે આ છેલ્લું બોર્ડ છે. ગત ચુંટણીમાં શહેરના ૧૮ વોર્ડ પૈકી ૧૭ વોર્ડમાંથી ભાજપના ૬૮ કોર્પોરેટરો ચૂંટાય આવ્‍યા હતા. દર વર્ષ સરેરાશ એક હજાર કરોડના વિકાસ કામોની ગણતરી કરવામાં આવે તો પાંચ વર્ષમાં પાંચ હજાર કરોડના વિકાસ કામો ભાજપના શાસનમાં થયા છે. જેના માટે ભાજપના તમામ જન પ્રતિનિધિ તરીકે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ, ભાજપના નવ નિયુક્‍ત રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નવીન નબિન, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઇ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જગદીશભાઇ વિヘકર્માનો આભાર માનું છું. ભાજપના પદાધિકારીઓએ શહેરમાં માનવી ત્‍યાં સુવિધાના મંત્રને કેન્‍દ્રમાં રાખી કામ કર્યું છે. વિપક્ષના મતવિસ્‍તાર એવા વોર્ડ નં.૧૫માં પણ મોટાપાયે વિકાસ કામો હાથ ધરવામાં આવ્‍યા છે. રાજકોટની આ વણથંભી વિકાસ યાત્રા આગામી દિવસોમાં પણ આગળ વધે તેવી સર્વેને શુભકામના પાઠવી હતી.

દરમિયાન સભાધ્‍યક્ષ મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્‍યું હતું કે પાંચ વર્ષમાં આપણે કોરોનાકાળ જેવા વિકટ સમય પણ જોવો કોઇપણ પક્ષપાત કે મતભેદ વિના વિકાસ કામો હાથ ધરવામાં આવ્‍યા હતા. આ વિકાસ યાત્રામાં અધિકારીઓનો પણ ખૂબ જ સાથ મળ્‍યો તેવી કરી તેઓએ તમામનો આભાર માન્‍યો હતો.

પૂર્વનગર સેવક પૃથ્‍વીસિંહ જાડેજા તથા જીતુભાઇ શાહનો શોક ઠરાવ

સામાન્‍યસભામાં બે મીનીટનું મોૈન પાડી શ્રધ્‍ધાજંલી અપાઇ

રાજકોટઃ આજે મળેલ જનરલ બોર્ડમાં પૂર્વ કોર્પોરેટર પૃથ્‍વીસિંહ નટવરસિંહ જાડેજાનું તા.૧૨ નવેમ્‍બર ૨૦૨૫ના રોજ તથા જીતેન્‍દ્રભાઇ છગનલાલ શાહનું તા.૧૧ જાન્‍યુઆરીના રોજ દુઃખદ અવસાન થતા રાજકોટ મહાનગરપાલિકાની આજની આ સામાન્‍ય સભાએ બે મીનીટનું મોૈન પાડી શ્રધ્‍ધાંજલી પાઠવી હતી અને શોક ઠરાવ કર્યો હતો

બોર્ડમાં ૭ નગર સેવકો ઉપસ્‍થિત ન રહ્યા

રાજકોટઃ મ્‍યુનિ. કોર્પોરેશનના આજે મળેલ જનરલબોર્ડમાં ભાજપના પાંચ રજા રિપોર્ટ સાથે તથા ૨ સભ્‍યો ગેરહાજર રહ્યા હતા. જયારે ભાજપના ૬૬ પૈકી ૫૯ નગર સેવક, કોંગ્રેસના ૪ પૈકી ૪ તથા અન્‍ય ૨  સહિત કુલ ૬૫ સભ્‍યો છેલ્લા બોર્ડમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:59 PM IST)