હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આહિર ચોક નજીક શ્યામ હોલ પાસે હોકર્સ ઝોનના બકાલાના ધંધાર્થીઓની પોલીસ કમિશનરને રજૂઆત
હોકર્સ ઝોનમાં ઢોર ન આવે અને વાહનો અંદર લાવવામાં ન આવે એ માટેની મહાપાલિકાની પાઇપ નાખવાની કામગીરી અમુક શખ્સો અટકાવતાં હોઇ તેની સામે કાર્યવાહી કરવા માંગણી

રાજકોટઃ શહરેના કોઠારીયા રોડ આહિર ચોક, શ્યામ હોલની સામે આવેલ ગોપવંદના શાક માર્કેટ હોકર્સ ઝોનમાં શાકભાજી વેંચી ગુજરાન ચલાવતા ધંધાર્થીઓએ પોલીસ કમિશનરને લેખીત રજૂઆત કરી જણાવ્યું છે કે આ સ્થળે અમે ૨૫ વર્ષથી ધંધો કરીએ છીએ અને દર મહિને મહા પાલિકાને થડો રાખવા માટે રૂા. ૧૦૦૦ ભાડુ ચુકવીએ છીએ. આ શાક માર્કેટનો આસપાસની સોસાયટીના રહેવાસીઓ લાભ લે છે. આ હોકર્સ ઝોનમાં કદી કોઇ બકાલાના ધંધાર્થીઓએ કોઇની પણ સાથે અભદ્દ વર્તન કર્યુ નથી કે કદી ઝઘડાઓ પણ થયા નથી. અહિ બધા શાંતિથી ધંધો કરે છે. શાક માર્કેટમાં પશુઓ, વાહનો આવતાં અટકાવવા ત્યાં ઉભા પાઇપ નાખવાની જરૂર છે. મહાપાલિકા દ્વારા આ પાઇપ નાખવાની કામગીરી થવાની છે પરંતુ આ કામ રોકવા અમુક લોકો ખુબ પ્રયાસ કરે છે. મહાપાલિકાને પાઇપ નાખવાની કામગીરી કરવા નહિ દઇએ તેવું આ લોકો કહે છે. દાદાગીરી કરતાં આ લોકો સામે પોલીસ કાર્યવાહી કરે અને મહાપાલિકાની કામગીરીમાં અડચણ ઉભી ન કરે તેવી અમારી માંગણી છે. જો પાઇપ નખાય જાય તો ગેરકાયદે પાર્કિંગ કરનારા પણ અટકી શકે તેમ છે. તસ્વીરમાં રજૂઆત કરનારા બકાલાના ધંધાર્થીઓ જોઇ શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










