News of Tuesday, 20th January 2026
શહેરના ૨૮ પોલીસ કર્મચારીઓની થઇ બદલી

રાજકોટ તા. ૨૦: શહેર પોલીસમાં ફરી બદલીનો ઘાણવો નીકળ્યો છે. જેમાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી તથા અન્ય શાખાઓમાં ફરજ બજાવતાં એએસઆઇ, હેડકોન્સ્ટેબલની બદલી થઇ છે. ક્રાઈમબ્રાંચ, એસઓજી, એલસીબી, સાયબર ક્રાઈમ, આર્થિક ગુના નિવારણ સેલ અને પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ૨૮ કર્મચારીઓની બદલી થઇ છે. સાયબર ક્રાઈમના હેડકોન્સ. શીવભદ્રસિંહ જાડેજાની માલવીયાનગરમાં, વિજયસિંહ જાડેજાની હેડક્વાર્ટરમાં, હેડકોન્સ. લક્કીરાજસિંહ ગોહિલની હેડક્વાર્ટરમાં, હરપાલસિંહ ગિોહિલની ગાંધીગ્રામ પોલીસ મથકમાં, સાયબર ક્રાઇમના લાભુબેન મોઢવાડીયાની હેડક્વાર્ટરમાં તેમજ એએસઆઇ વિનોદભાઈ બેરડીયાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં, ટ્રાફિક શાખાના એએસઆઈ લાલજીભાઈ ડાંગરની બી ડીવીઝનમાં, હેડકોન્સ. શાંતુબેન મુળીયાની મહિલા પોલીસ સ્ટેશનમાં, એએચટીયુના મહમદઆરીફ અંસારીની હેડક્વાર્ટરમાં બદલી થઇ છે.
તેમજ એસઓજીના એએસઆઇ ફિરોઝભાઇ શેખને યુનિવર્સિટીમાં, હેડકોન્સ. અમીતભાઇ ટુંડીયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં, આર્થીક ગુના નિવારણ સેલના મન્સુરશા શાહમદારની માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં, યુવરાજસીંહ જાડેજાની કુવાડવા રોડ પોલીસ મથકમા, ડીસીબીના અનુજભાઇ ડાંગરની પ્ર. નગરમાં, એએસઆઇ વિજયભાઇ સોઢાની થોરાળામાં, ચેતનસિંહ ગોહિલની ગાંધીગ્રામમાં, પ્રશાંતભાઇ ચુડાસમાની માલવિયામા, ક્રિપાલસિંહ ઝાલાની આજી ડેમમાં, થોરાળાના રવિરાજસિંહ ઝાલાની ડીસીબીમાં, એલસીબી ઝોન-૨ના રાહુલભાઇ ગોહિલની ડીસીબીમાં, માલવીયાના હિરેનભાઇ પરમારની ઈઓડબલ્યુમાં અને બી-ડિવીઝનના ભાવેશકુમાર પરમારની ડીસીબીમાં બદલી થઇ છે. તેમજ કુવાડવાના સમીરભાઇ હેરંજાની આર્થિક ગુના નિવારણ સેલમાં તથા યુનિવર્સિટીના રોહિતસિંહ જાડેજાની એસઓજીમાં બદલી થઇ છે.
(3:22 PM IST)










