<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

આજથી રાજકોટ-ગાંધીનગર એસી એસ.ટી.બસ સેવા

સાંજના સમયે પણ ગાંધીનગર સુધી એસી બસનો વિકલ્‍પ મળતા પ્રવાસીઓને મોટો ફાયદો

રાજકોટ તા. ૨૦: મુસાફરોની વધતી માંગને ધ્‍યાનમાં રાખીને ગુજરાત માર્ગ પરિવહન વિભાગ દ્વારા આજથી રાજકોટ-ગાંધીનગર વચ્‍ચે નવી એસી સીટીંગ.બસ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટથી ગાંધીનગર વચ્‍ચે પહેલીવાર એસી સીટર બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે, જે મુસાફરો માટે મોટી સુવિધા આપનારો સાબિત થશે.

આ બસ ચોટીલા હાઈવે - સાયલા - લીંબડી - બગોદરા - ઈસ્‍કોન - નેહરુનગર - રાણીપ વાયા ગાંધીનગર પહોંચશે. રાજકોટથી દરરોજ સાંજે ૧૪ કલાકે પ્રસ્‍થાન થશે અને રાત્રે ૯ કલાકે ગાંધીનગર પહોંચશે. ગાંધીનગરથી રાજકોટ સવારે ૭.૩૦ કલાકે પ્રસ્‍થાન કરી આ બસ બપોરે ૧૨.૩૦ કલાકે રાજકોટ પહોંચશે.મુસાફરોએ આ બસમાં મુસાફરી માટે રૂ. ૪૫૨ ભાડું ચૂકવવાનું રહેશે.

સાંજના સમયે પણ ગાંધીનગર સુધી એસી બસનો વિકલ્‍પ મળતા નોકરીયાત વર્ગ,વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને મોટો ફાયદો થશે, તેમ એસ.ટી.ના વિભાગીય નિયમકે ઉમેર્યું હતું, સાંજે ૪ વાગ્‍યે આ બસને ફલેગ ઓફ ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહના હસ્‍તે કરાશે. 

(3:23 PM IST)