<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

શાપર-વેરાવળ પોલીસે એકટીવા ચોરીનો ભેદ ઉકેલ્‍યોઃ રાજ દોકલની ધરપકડ

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે શાપર-વેરાવળ પોલીસનો કાફલો નજરે પડે છે. 

રાજકોટ તા. ર૧ :.. શાપર-વેરાવળ પોલીસે એકટીવા ચોરીનો ભેદ ઉકેલી એક શખ્‍સની ધરપકડ કરી હતી. રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર વણશોધાયેલ ગુનાઓ ડીકેટક કરવા સુચના કરેલ હોય નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર(વે.) પો. સ્‍ટે.ના પો. ઇ. આર. બી. રાણાના રાહબરીમાં શાપર(વે.) પો. સ્‍ટે. થયેલ મો. સા. ચોરીના ગુન્‍હાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખી ચોરી વાળી જગ્‍યાની આજુબાજુના વિસ્‍તારના સીસીટીવી કુટેજ તેમજ ખાનગી બાતમીદારોથી હકિકત મેળવી સદરહુ ગુન્‍હામાં ચોરી થયેલ બાઇક સાથે આરોપી રાજક મહેશભાઇ દીકલ ઉ.વ.૧૯, રહે. વેરાવળ ગામ શાંતીધામ સોસાયટીને ઝડપીને પકડી પાડી ચોરાઉ કબ્‍જે કર્યુ હતું.

આ કાર્યવાહી શાપર વેરાવળ પો. સ્‍ટે.ના પો. હેઙ કો. દિનેશભાઇ ખાટરીયા, જગદીશભાઇ ઝાલા, પો. કો. લખધીરસિંહ જાડેજા, અલ્‍પેશભાઇ ડામસીયા, રાજદીપસિંહ જાડેજા, દિવ્‍યેશભાઇ શામળા, વિમલભાઇ વેકરીયા, મનસુખભાઇ ચૌહાણ, વિગેરે દ્વારા કરવામાં આવેલ છે. 

(11:38 AM IST)