હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st January 2026
રાવકીમાં મગજ ભમતો હોવાથી વિરેન્દ્રની ઝેર પી આત્મહત્યા
મુળ યુપીના યુવાનને રાજકોટ ખસેડાયો પણ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૨૧: લોધીકાના રાવકીમાં વિશાલ ફાઉન્ડ્રી કંપનીમાં કામ કરતાં અને ત્યાંની ઓરડીમાં રહેતાં વિરેન્દ્ર જમાદારભાઇ પ્રસાદ (ઉ.વ.૩૬) નામના યુવાને રાતે સાડા અગીયારેક વાગ્યે ઓરડીમાં ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત થયું હતું.
આપઘાત કરનાર વિરેન્દ્ર મુળ યુપીનો વતની હતો અને અહિ અઢી વર્ષથી રહી કંપનીમાં કામ કરતો હતો. તે ચાર ભાઇમાં બીજો હતો. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બીજા પરિવારજનો વતન યુપીમાં રહે છે. દવા પી ગયો ત્યારે થોડો ભાનમાં હોઇ પુછતાછ થતાં પોતાનો મગજ ભમતો હોવાથી ઝેર પી ગયાનું રટણ કર્યુ હતું. સારવારમાં મોત થતાં સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો. લોધીકા પોલીસ વુધ તપાસ કરે છે.
(11:38 AM IST)










