હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st January 2026
JEE મેઇન પરીક્ષાનો પ્રારંભ
NIT, IIT અને IIITમાં પ્રવેશ માટે ગુજરાતમાં ૪૮૮૬ર પરીક્ષાર્થીઓ મહત્વની પરીક્ષા આપશે

રાજકોટ તા. ર૧ :.. દેશની ટોચની ઇજનેરી કોલેજ સંસ્થામાં પ્રવેશ માટે લેવાતી જોઇન્ટ એન્ટ્રસ એકઝામ જેઇઇ મેઇનનો આજથી પ્રારંભ થયો છે. ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહ બાદ ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે જેઇઇ મેઇનની પરીક્ષા આજથી પ્રારંભ થયો છે. રાજકોટના ૧પ૦૦ થી વધુ વિદ્યાર્થીઓ મળી દેશભરમાં ૧૩ લાખ ૬૩ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
NIT,IIT, અને IIITમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા દર વર્ષ જાન્યુઆરી અને એપ્રીલ માસ પરીક્ષા લેવાય છે. દેશભરમાં JEEની પરીક્ષા આપનાર છાત્રોની સંખ્યા વધી છે. પરંતુ ગુજરાતમાં ઘટી છે. ગુજરાતમાં ૪૮૮૬ર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
સૌરાષ્ટ્રમાં JEEની પરીક્ષા માટે રાજકોટ, જામનગર, અને જુનાગઢમાં પરીક્ષા કેન્દ્રો છે.
(11:47 AM IST)










