હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી પંચનાથ હોસ્પિટલ હમદર્દીનું મંદિર છેઃ પૂ.ભાઇશ્રી
જનરલ વોર્ડમાં દાખલ થનાર દર્દીને વિનામૂલ્યે સેવાઃ માત્ર દવા, રિપોર્ટ, ડાયગ્નોસીસનો ખર્ચ ભોગવવાનો રહેશે

રાજકોટઃ શ્રી પંચનાથ ટ્રસ્ટ દ્વારા જનરલ વોર્ડ વિનામૂલ્યે સેવા અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પુ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ આયોજન થયુ.
આ કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન ટ્રસ્ટી શ્રી ડી.વી મહેતા દ્વારા કરવામાં આવ્યુ જયારે સ્વાગત પ્રવચન પ્રમુખ શ્રી દેવાંગ માંકડ દ્વારા કરવામાં આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ સંસ્થાને શુભેચ્છા પાઠવી તેમજ સહકારની ખાત્રી આપવામાં આવી પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા દ્વારા પંચનાથ ટ્રસ્ટ લ્લારા ચલાવવામાં આવતી હોસ્પિટલના રાહતદરોની નોંધ લીધી હતી અને આ સેવાનો વિકાસ થતો રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં લોહાણા સમાજના પ્રમુખશ્રી રાજુભાઈ પોબારુ રાજકોટ નાગરીકબેંકના ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠક, શ્રી કિશનભાઈ કોટેચા, શ્રી અજયભાઈ બગડાઈ, શ્રી અચ્યુતભાઈ જસાણી, શ્રી પ્રફુલભાઈ ગંગ્દેવ, શ્રી દર્શનભાઈ નંદાણી, શ્રી હેતલભાઈ રાજ્યગુરુ, શ્રી મીતભાઈ ભટ્, શ્રી મૌલીક ભાઈ રવાણી, શ્રી પરસોતમભાઈ પીપળીયા, શ્રી સૌરીનભાઈ વોરા અને શ્રી હર્ષદભાઈ અદાણી અને શ્રી વિરેનભાઈ શેઠ, શ્રી શેતૂરભાઈ દેસાઇ, શ્રી ઇબ્રાહિમભાઈ સોની તથા શ્રી રસિકભાઈ બદ્રકીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા.
હોસ્પિટલના જનરલ વોર્ડને નિઃશુલ્ક સેવા માટે ખુલ્લો મુકતી વખતે પુ.ભાઈ શ્રી ખુબ આશીર્વચન આપતા જણાવ્યું હતુ કે ...જયારે જયારે હું અહી આવુ છુ ત્યારે આ સેવા કાર્ય જોઈને મને ખુબ આનંદ થાય છે.
અહી પંચનાથ મહાદેવનુ મંદિર છે અને એ જ રીતે આ હોસ્પિટલ પણ હમદર્દી મંદિર છે. પરમ કૃપાળુ પંચનાથ મહાદેવની કૃપાથી સેવા યાત્રા ચાલી રહી છે દાતાઓને સમર્થન, સહયોગ અને સમર્પણ મળી રહ્યુ છે સંસ્થામાં ખુબ જ ઉમદા હેતુ થી આ સેવા કાર્ય થઇ રહ્યુ છે. અંત માં ખુબ જ સુંદર શબ્દો જણાવ્યા કે.
‘‘ આ વ્યવસ્થા નહિ પણ સેવા નો યજ્ઞ છે''
હોસ્પિટલની સ્થાપનાના પાયાથી આજરોજ સુધી પુ.ભાઈશ્રી, એ અનેક બીજા પૂજનીય મહંતો પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી હરિચરણદાસ બાપુ વગેરે સંતોને પણ શ્રી રમેશભાઈ ઓઝાએ યાદ કરી સંસ્મરણો તાજા કર્યા હતા. (૩૮.૩૨)
શ્રી પંચનાથ હોસ્પિટલની પંચસુત્રીને પૂજ્ય ભાઈશ્રી એ રજુ કર્યું
‘‘જો નિદાન થી મટે તો ગોળી નથી આપવી''
‘‘જો ગોળીથી મટે તો ઈન્જેકશન નથી આપવું''
‘‘જો ઈન્જેકશનથી મટે તો બાટલો નથી ચડાવવો''
‘‘જો બાટલાથી મટે તો દાખલ નથી કરવા''
‘‘જો દાખલ થવાથી મટે તો OPERATION નથી કરવું.''
પુ.ભાઈશ્રીના મુખે આ સુત્રને સાંભળીને હાજર મેહમાનો લોકોએ તાલીઓથી વધાવી લીધા હતા. પરંતુ સંતોના શબ્દો એટલે પ્રભુનો સંદેશએ રીતે શ્રી રમેશભાઈ ઓઝા જણાવ્યુ કે આ સુત્રો ખાલી પંચનાથ હોસ્પિટલના જ નહિ પરંતુ સમાજની વચ્ચે રહેલ તમામ હોસ્પિટલના હોવા જોઈએ સેવા કરવા તો સૌ તૈયાર હોય, પરંતુ ભાવ અને એની સાધના એ જ ખુબજ મહત્વનુ છે.જે પંચનાથ હોસ્પિટલએ કરી બતાવ્યુ છે.
પુ. ભાઈશ્રી એ વધુમા જણાવ્યુ કે સમાજમાં ખાલી સારા બતાવવાવાથી સંચાલન નથી થતુ પરંતુ આર્થિક વ્યવસ્થા, સુસાશન , સંકલનના સૂઝથી અને માનવસેવાના ભાવ સાથે થતા કાર્ય સફળ થાય છે જે પંચનાથ ટ્રસ્ટ સાબિત કરી બતાવ્યુ છે સંસ્થા ના ચેરમેન અને સાથી સહયોગી સૌને તેમના કાર્ય બદલ શ્રી ભાઈજી એ અભિનંદન પાઠવેલ હતા.
જ્યાં સુધી પંચનાથ હોસ્પિટલના જનરલ વોર્ડ વિનામૂલ્યે સુવિધાની વાત છે તો નીચે મુજબના નિયમોને આધીન સુવિધા આપવામાં આવશે.
૧. જનરલ વોર્ડ માં દાખલ જરૂરિયાતમંદ દર્દી ને હોસ્પિટલ દ્વારા બીલ આપવામાં નહિ આવે.
૨. જયારે જનરલ વોર્ડ માં દાખલ દર્દી એ દવા, રીપોર્ટ, ડાયગ્નોસીસની રકમ ભરવાની રહેશે.
૩. જનરલ વોર્ડ ૧૨ બેડનો છે એટલે કે ૧૨ જરૂરિયાતમંદ દર્દીઓને જ સુવિધા મળી શકશે.
૪. મેડીકલેમ વાળા દર્દીઓને આ સુવિધા પ્રાપ્ત નહિ થાય.
૫. આયુષ્માન કાર્ડ વાળા દર્દીને આ સુવિધા પ્રાપ્ત નહિ થાય.
૬. I.C.U માં દાખલ દર્દી જયારે જનરલ વોર્ડ માં શિફટ થશે તે સમયે થી આ સુવિધા પ્રાપ્ત થશે.
૭. એ જ રીતે દર્દી ઓપ્રેશન થીયેટર, ઈમર્જન્સી અન્ય કોઈપણ વિભાગ માંથી જનરલ વોર્ડમાં શિફટ થશે તે સમયે આ સુવિધા પ્રાપ્ત થશે.
૮. ટ્રસ્ટ હોસ્પિટલ મેનેજમેન્ટ દર્દીની જરૂરિયાતની ખરાઈ કરવાના જરૂર પડયે પગલા લેશે.
૯. સેમી - સ્પેશ્યલ અને સ્પેશ્યલ રૂમમાં દાખલ થયેલા દર્દી જનેરલ વોર્ડમાં શિફટ થઇ નહિ શકે.
૧૦. ઉપરોક્ત નિયમોમાં ફેરફાર / ઉમેરો/બાદબાકી કરવાનો અધિકાર ટ્રસ્ટ હોસ્પિટલનો રહેશે.
રાજકોટના જરૂરિયાતમંદ દર્દીઓની શ્રી પંચનાથ હોસ્પિટલ હંમેશા સેવા કરવા તત્પર હોય છે જેને ધ્યાનમાં લઇને આ સેવા પ્રકલ્પ પ્રાયોગિક ધોરણે એક વર્ષ માટે અમલમાં મુકવામાં આવેલ છે.
આ ઉપરાંત ટ્રસ્ટના આર્કિટેકટ શ્રી કિશોરભાઈ ત્રિવેદી, સ્ટ્રક્ચરલ ડિઝાઇનર શ્રી મનીષભાઈ દોશી ટ્રસ્ટના ટ્રસ્ટી ઓમાં સર્વ શ્રી અનિલભાઈ દેસાઈ, શ્રી વસંતભાઈ જસાણી, શ્રી નીરજભાઈ પાઠક, શ્રી સંદીપભાઈ ડોડીયા, શ્રી મહેન્દ્રસિહ ગોહેલ, શ્રી નારણભાઈ લાલકીયા, શ્રી નીતિનભાઈ મણીયાર અને શ્રી નિખીલભાઈ મહેતા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ માટે સેક્રેટરી શ્રી મયુરભાઈ શાહ, ડો. રવિરાજ ગુજરાતી એ જહેમત ઉઠાવેલ.(૩૮.૩૨)










