News of Wednesday, 21st January 2026
કોઠારીયા રોડ હુડકો ક્વાર્ટરમાં કારખાનેદાર કલ્પેશભાઇ વડેચાનો ગળાફાંસો ખાઇ આપઘાત
બે બહેનના એક જ ભાઇ હતાં: કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતાં: પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૧: આપઘાતના વધુ એક બનાવમાં હુડકો વિસ્તારમાં રહેતાં કારખાનેદાર આધેડે ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધુ હતું. બે બહેનના તેઓ એક જ ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતાં.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ હુડકો ક્વાર્ટર બી-૨૦૩માં રહેતાં કલ્પેશભાઇ નિર્મલભાઇ વડેચા-મિષાી (ઉ.વ.૪૮) નામના આધેડે ઘરે ઉપરના માળે લાકડાની આડીમાં વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા કલ્પેશભાઇ બે બહેનના એકના એક મોટા ભાઇ હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. પોતે પટેલનગરમાં કલ્પેશ ઇન્ડસ્ટ્રીઝ નામે કારખાનુ ચલાવતાં હતાં. કેટલાક સમયથી કોઇ કારણોસર ડિપ્રેશનમાં હતાં. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
ચામડીયાપરામાં ઝરીનાબેન લાખાણી ઝેરી દવા પી ગયા
બીજા બનાવમાં મોરબી રોડ ચામડીયાપરામાં રહેતાં ઝરીનાબેન રઝાકભાઇ લાખાણી (ઉ.વ.૩૫)એ ઝેરી ટીકડી પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. સંતાનમાં ત્રણ દિકરા છે, પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. પોલીસે વધુત પાસ હાથ ધરી છે.
લક્ષ્મીનગર નાલા પાસે પરિણીતાએ પીધું ફિનાઇલ
લક્ષ્મીનગર નાલા પાસે ઝૂપડામાં રહેતી ખ્વાહીશબેન રોમીયોભાઇ મકવાણા (ઉ.વ.૨૦) રાતે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી.
(2:43 PM IST)










