હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાહ રે એસ.ટી.: બસ ખખડધજ ફાળવી ભાડુ ગુર્જરનગરી એકસપ્રેસનું વસુલાય

રાજકોટ તા.૨૧: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પ્રતાપભાઈ વાળા, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પ્રવીણભાઈ લાખાણી, જીગ્નેશભાઈ પાટડીયા, જેન્તીભાઈ હિરપરા ની સંયુક્ત યાદી ધરાવે છે કે ગુજરાત રાજ્યમાં ગુર્જરનગરી એક્સપ્રેસ ૨૦૦ ચલાવવામાં આવે છે જેનું ભાડું એક્સપ્રેસ અને લોકલ બસ કરતા વધુ હોય છે. ઓનલાઇન બુકિંગમાં ગુર્જરનગરી એક્સપ્રેસ બતાવતી હોય ત્યારે ગુર્જર નગરીના નામે ભાડું વસૂલી લેવામાં આવે છે. અંબાજી રાજકોટ અંબાજી બસ ચાલે છે તેમાં અંબાજીથી બપોરે ૧૨ વાગે ઉપડે છે અને રાજકોટથી સવારે ૬ કલાકે ઉપડતી બસ ગુર્જરનગરી એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવે છે. જેનું ભાડું રાજકોટ થી અંબાજીનું ૨૯૬ રૂા. થાય છે અને એક્સપ્રેસ નું ભાડું ૨૮૬ રૂા. થાય છે. મુસાફરો ઓનલાઈન બુકિંગમાં છેતરાય છે. આ અંગે પાલનપુર વિભાગીય નિયામકને અને અંબાજી ડેપો મેનેજરને ગુજરાત પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા રજૂઆત કરી મુસાફરોને ભાવ ફેરની રકમ તાત્કાલિક પરત જમા આપવા બાબતની અપીલ કરી છે.










