સ્વ. સતીશચંદ્ર અગ્રવાલની પૂણ્ય સ્મૃતિમાં રોટરી કલબ દ્વારા સોમવારે રકતદાન શિબિર

રાજકોટ તા. ૨૧ : રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા સ્વ. સતીશચંદ્ર ડી. અગ્રવાલની ૧૨મી પુણ્યતીથી નિમિતે તા. ૨૬ ના સોમવારે રકતદાન શિબિરનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે તા. ૨૬ ના સવારે ૯.૩૦ થી બપોરે ૧.૩૦ સુધી નાગર બોર્ડીંગ, વિરાણી સ્કુલ સામે, ટાગોર રોડ ખાતે આ રકતદાન કેમ્પ યોજાશે. જેમાં વધુને વધુ લોકોએ રકતદાન કરવા અનુરોધ કરાયો છે.
સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ લોકોને વિનામુલ્યે રકત પુરૂ પાડી શકાય તે હેતુથી આ રકતદાન કેમ્પ યોજેલ છે.
કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખ રો. પિયુષ પંચાસરા, માનદ સેક્રેટરી રો. જીજ્ઞેશ પાંઉ તેમજ રોટરી પરિવારના સભ્યો અને સહયોગી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
રકતદાન શિબિરમાં ભાગ લેનાર રકતદાતાઓને રો.જયંત અગ્રવાલ તરફથી આકર્ષક ફ્રી ગીફટજ્ઞ આપી સન્માન કરાશે. આ રકતદાન શિબિરના આયોજનમાં રો. જયંત અગ્રવાલ, વિમલ દોશી, પિયુષ ધાંધા, આકાશ જૈન, દેવ અગ્રવાલ, શ્રીમતી નિમિશાબેન વોરા, શ્રીમતી મીનાબેન તન્ના, જીત અગ્રવાલનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રોટરી કલબના સર્વશ્રી જયંતભાઇ અગ્રવાલ, મિલેશભાઇ મહેતા, પાર્થભાઇ વ્યાસ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)










