હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ જિલ્લા નાડોદા રાજપુત સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શુક્રવારે સર ગામે સમુહલગ્ન

રાજકોટ તા. ૨૧ : રાજકોટ જિલ્લા ક્ષત્રિય નાડોદા રાજપુત સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ક્ષત્રિય નાડોદા રાજપુત સમાજના દીકરીબાઓના સમુહલગ્નનું આયોજન વસંત પંચમીના દિવસે સર ગામે કરાયુ છે.
રાજકોટ તાલુકાના સરધાર પાસે આવેલ સર મુકામે તા. ૨૩ ના યોજાનાર આ સમુહલગ્નમાં ૧૩ દીકરીબા પ્રભુતામાં પગલા પાડશે. આ પ્રસંગે સંતો, મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપશે.
દીકરીબાઓને કરીયાવરમાં સોના-ચાંદીની વસ્તુઓ, વુડન કબાટ, બેડ સેટ, કટલેરી સેટ ઉપરાંત જીવન જરૂરીયાતની કુલ ૭૨ જેટલી વસ્તુઓ અપાશે.
સમુહલગ્નને સફળ બનાવવા નાડોદા રાજપુત સેવા સમાજ ટ્રસ્ટના અધ્યક્ષ ગોવિંદભાઇ ચાવડા, પ્રમુખ બકુલસિંહ સિંધવ, ઉપપ્રમુખ સુરૂભા ચાવડા, મંત્રી બળદેવસિંહ ડોડીયા, ભુપતસિંહ વણોલ, ચંદ્રસિંહ ડોડીયા, અનિલસિંહ સિંધવ, સંજયસિંહ ડોડ, સંજયસિંહ ચાવડા, વનરાજસિંહ ડોડ, જગદીશસિંહ ડાભી, મુકેશસિંહ કટારીયા, વિજયસિંહ જાદવ, મનીષસિંહ સિંધવ, કમલેશસિંહ જાદવ, દશરથસિંહ વણોલ, કાનભા ડાભી, ભરતસિંહ સિંધવ, વિપુલસિંહ ચાવડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નાડોદા રાજપુત સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)










