<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

શુક્રવારે વસંત પંચમીએ શ્રી શ્‍યામ મંદિરે પાટોત્‍સવ

ધામધુમથી નિશાનયાત્રા (ધ્‍વજયાત્રા) નિકળશે, છપ્‍પનભોગ, શૃંગાર દર્શન, મહાપ્રસાદના કાર્યક્રમો

રાજકોટ : શ્રી શ્‍યામ સેવા સમીતી ટ્રસ્‍ટ દ્વારા ૮ વર્ષ પહેલા તા.૨૨ જાન્‍યુઆરી ૨૦૧૮ના રોજ શ્રી શ્‍યામ મંદિર, કુવાડવા રોડ ખાતે મંદિરની પ્રાણપ્રતીષ્‍ઠા કરેલ હતી. આ વર્ષે તા.૨૩ના શુક્રવારે આઠમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તા.૨૩ શુક્રવારે વસંત પંચમીના રોજ સવારે ૬:૩૦ વાગે નિશાન યાત્રા(ધ્‍વજયાત્રા)નું આયોજન કરવામાં આવેલ છે. જે શીવમંદીર ગ્રીનલેન્‍ડ ચોકડી પાસેથી સાત હનુમાન થઇને શ્‍યામ મંદિર આઇઓસી ગેસ પ્‍લાન્‍ટની સામે ભાવિકો ધ્‍વજા તથા સાથે ઙિજે. સાથે નિકળશે.

શ્‍યામ બાબાના શૃંગાર કરવા માટે અમદાવાદથી શ્રી શ્‍યામજી પરીખ આવશે સાથે ફુલવર્ષા, ઇતવર્ષા, છપ્‍પનભોગના અલોકીક શૃંગાર ભક્‍તોને મંત્રમુઘ્‍ધકરાશે. સાંજે ૬ વાગ્‍યાથી શ્‍યામજી મંદિરમાં ભજન સંધ્‍યામાં ઉદયપુરથી કેમીતા રાઠોડ તથા મુંબઇથી યશ બિનપાલા ભક્‍તોને ભાવવિભોર કરશે. સાથે સાંજે ૮ વાગ્‍યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા પ્રેમચંદ અગ્રવાલ - ૯૮૨૫૦ ૭૫૦૫૫, સુનીલ મીતલ - ૯૮૯૮૦ ૯૨૮૪૩, રણધીર ચોધરી - ૯૭૨૬૪ ૮૧૩૫૫ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:27 PM IST)