<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

છેલ્લા આઠ માસમાં ૪૧ હજાર સ્‍ટ્રીટલાઇટ બંધની ફરિયાદ નોંધાઇ

તંત્રનો સ્‍વિકારઃ વોર્ડ નં.૧૩માં સોૈથી વધુ ૩૬૨૪ તથા સોૈથી ઓછી વોર્ડ નં.૨માં ૧૧૦૯ ફરિયાદ નોંધાઇ

રાજકોટ તા.૨૧: શહેરના તમામ મુખ્‍ય માર્ગો અને સોસાયટીઓમાં સ્‍ટ્રીટ લાઇટની સુવિધા આપવામાં આવી છે. જેના મેન્‍ટન્‍સ માટે એજન્‍સીઓને વિસ્‍તાર વાઇઝ કામ સોંપવામાં આવ્‍યુ છે. છતાં એજન્‍સીઓની બેદરકારી અથવા નબળી ગુણવતાના કારણે દર વર્ષે હજારો અરજદારો સ્‍ટ્રીટ લાઇટ અંગેની અલગ અલ પ્રકારની ફરિયાદો કરી રહ્યા છે. જેમાં ચાલુ વર્ષના આઠ માસ દરમિયાન ૪૦૯૮૫ ફરિયાદો નોંધાઇ છે. જે તમામનો નિરાકરણ થઇ ગયાનું તંત્ર જણાવી રહ્યુ છે. છતાં વોર્ડ નં.૧૩માં સૌથી વધુ અને વોર્ડ નં.૨માં સૌથી ઓછી સ્‍ટ્રીટ લાઇટની ફરિયાદો નોંધાઇ છે. તેમ મનપાએ સભ્‍યના સતાવાર જવાબમાં જણાવ્‍યુ હતું.

મહાનગરપાલિકા દ્વારા  દરેક વિસ્‍તારમાં પોલ નાખી સ્‍ટ્રીટ લાઇટની સુવિધા શહેરીજનોને ઉપબલ્‍ધ કરાવી છે અને મેન્‍ટેન્‍સ સહિતનુ કામ એજન્‍સી મારફતે કરાવવામાં આવી રહ્યુ છે. છતાં દર વર્ષે ઉઠતી ફરિયાદોમાં આજે પણ ઘટાડો નથી થયો ચાલુ વર્ષના આઠ માસ દરમિયાન ૪૦૯૮૫ ફરિયાદો મનપાના સીવીક સેન્‍ટર ખાતે નોંધાઇ છે. જેમાં વોર્ડ નં.૧૩માં ૩૬૨૪ અને વોર્ડ નં.૨માં સૌથી ઓછી ૧૧૦૯ ફરિયાદો નોંધાઇ છે. એજન્‍સી દ્વારા થાંભલા નંબર સાથેની ફરિયાદોના લીસ્‍ટના આધારે નિરાકરણ કરવામાં આવે છે. જેમાં આ વખતે પણ નોંધાયેલ તમામ  ૪૦૯૮૫ ફરિયાદોનું નિરાકરણ સમયસર કરવામાં આવ્‍યુ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્‍યુ છે. આવેલ ફરિયાદો પૈકી સ્‍ટ્રીટ લાઇટનું એંગલ બદલવું, સ્‍ટ્રીટ બંધ, સ્‍ટ્રીટ ડેમેજ અને શોર્ટસર્કિટ સહિતની ફરિયાદોનો સમાવેશ થાય છે.

કયા વોર્ડમાં કેટલી ફરિયાદ

વોર્ડ    ફરિયાદ

૧      ૨૨૪૯

ર       ૧૧૦૯

૩      ૨૬૩૫

૪      ૨૮૨૦

પ      ૧૨૭૫

૬      ૧૭૦૦

૭      ૧૮૯૬

૮      ૨૭૬૮

૯      ૨૦૧૧

૧૦     ૧૬૪૭

૧૧     ૩૩૦૬

૧ર     ૨૫૯૩

૧૩     ૩૬૨૪

૧૪     ૨૨૮૧

૧પ     ૨૦૨૮

૧૬     ૧૩૪૧

૧૭     ૨૩૫૬

૧૮     ૩૪૭૮

(4:11 PM IST)