<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

માતા-પિતા ઠપકો આપશે બીક લાગતા શાળાએથી નીકળી ગયેલા સગીરને પોલીસે શોધી કાઢયો

એ-ડીવીઝન પોલીસના પી.એસ.આઇ. ડી.વાય.મહંત તથા સ્‍ટાફે ૧૩ વર્ષના રૂચીત ધર્મનાથીને એસ.ટી. બસસ્‍ટેશનમાંથી શોધી કાઢયો

રાજકોટ, તા.૨૧: શહેરના એસ.ટી. બસસ્‍ટેશનમાં એ-ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.વાય. મહંત, હેડકોન્‍સ પ્રતાપભાઇ કામળીયા તથા ટીઆરપી જસ્‍મીનભાઇ બસસ્‍ટશેનમાં પેટ્રોલીંગમાં હતા ત્‍યારે એક તરૂણ એકલો બેઠો હોઇ તેને એસ.ટી.પોલીસ ચોકીમાં લઇ આવ્‍યા બાદ તરૂણની પુછપરછ કરતા તેણે તેનુ નામ રૂચીત પંકજભાઇ ધર્મનાથી (ઉ.વ.૧૩) (રહે. તીરૂપતીનાથ શેરીનં.૫/૧૦નો ખૂણો કોઠારીયા મેઇનરોડ)આપ્‍પુ હતુ. તેણે જણાવ્‍યુ હતુ કે આજે સવારે ઘરેથી શિક્ષકે મને વાલીને બોલાવી લાવવા કહ્યું હતું. જેથી રૂચીતને તેના ઘરેથી તેના વાલી ખીજાશે તેમ બીક લાગતા તે ઘરે ગયો નહી અને તેને દ્વારકા જવુ હોવાથી એસ.ટી. બસસ્‍ટેશનમાં દ્વારકા બસની રાહ જોતો હોવાનું જણાવ્‍યુ હતુ બાદ તેનો મોટો ભાઇ કરણ આવી જતા પોલીસે આ ૧૩ વર્ષના રૂચીતને તેના મોટાભાઇને સોંપ્‍યો હતો.

(3:44 PM IST)