<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્‍સવનું રૂડુ આયોજન

શાષાી મેદાન ખાતે શ્રી વિશ્વકર્મા ધામ ઉભુ કરાશે : ૩૧મીએ જન્‍મ જયંતિ મહોત્‍સવ : નવ દિવસ જવારા વ્રત અનુષ્‍ઠાન મહોત્‍સવ : રકતદાન શિબિર, શ્રી વિશ્વકર્મા દાદાની દિવ્‍ય શોભાયાત્રા, દાતાઓનું સન્‍માન, જ્ઞાતિ સમૂહ ભોજન સહીતના આયોજનો

રાજકોટ તા. ૨૧ : ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્‍સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્‍યુ હતુ કે આ શ્રૃષ્ટિના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું ૧૦૪ વર્ષ જુનું મંદિર દિવાનપરા, રાજકોટમાં  આવેલું છે. જ્‍યાં શ્રી વિશ્વકર્મા પ્રભુજી સુવર્ણ સિંહાસન પર બિરાજે છે. શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આ વર્ષે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી શ્રી વિશ્વકર્મા દાદાના પાંચેય પુત્રો ( મનું, મય, ત્‍વષ્ટા, શિલ્‍પી અને દેવજ્ઞ ) લુહાર, સુતાર, કંસારા, કડિયા પ્રજાપતિ, સોમપુરા સતવારા, સોની વિગેરે સમાજના લોકોને સાથે રાખીને ભવ્‍ય અને દિવ્‍ય રીતે કરવામાં આવશે.

આ માટે શાષાી મેદાન રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ કરવામાં આવશે. જેમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ આયોજિત સમૂહ લગ્ન તેમજ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્‍સવ અંતર્ગત શ્રી વિરાટ વિશ્વકર્મા પ્રભુજી અને પાંચ પુત્રોની મૂર્તિ સ્‍થાપન સાથે નવ દિવસીય જવારા વ્રત અનુષ્ઠાન મહોત્‍સવ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

શ્રી વિશ્વકર્મા મંદિર દિવાનપરા ખાતે શ્રી વિશ્વકર્મા પ્રભુજીના પ્રાગટય દિન મહા સુદ તેરસ તા. ૩૧-૦૧-૨૦૨૬ ના શનિવારે સવારે ૬ વાગે ધ્‍વજારોહણ, ૬.૩૦ વાગે મંગળા આરતી તેમજ મહારકતદાન શિબિરનું આયોજન શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન દિવસે સવારે ૮ થી સાંજે ૮ કલાક સુધી રાખવામાં આવેલ છે.

શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન દિવસે જવેરા તથા ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજીની ભવ્‍ય શોભાયાત્રા સવારે ૮.૩૦ કલાકે શ્રી વિશ્વકર્માધામ, શાષાી મેદાનથી પૂજા વિધિ સાથે પ્રસ્‍થાન થશે. જે માલવિયા ચોક, ગોંડલ રોડ, લોધાવાડ ચોક, બોમ્‍બે હોટલ, મક્કમ ચોક, ધારેશ્વર મહાદેવ મંદિર, કાન્‍તાસ્ત્રી વિકાસ ગળહ ચોક, કેનાલ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, પેલેસ રોડ, ભુપેન્‍દ્ર રોડ થઈને સમગ્ર શહેરમાં નગરચર્યા કરી દિવાનપરા શ્રી ભગવાન શ્રી વિશ્વકર્માજી મંદિરે બપોરે ૧૨ કલાકે પહોચશે.  જ્‍યાં બપોરે ૧૨.૧૫ વાગે રાજભોગ આરતી શોભાયાત્રા પૂર્ણ થશે.

આ શોભાયાત્રાનું સ્‍વાગત જુદા જુદા રાજમાર્ગો પર જુદા જુદા સમાજના અગ્રણીઓ, જ્ઞાતિજનો દ્વારા અને સંસ્‍થાઓ દ્વારા ફૂલહારથી કરવામાં આવશે. શોભાયાત્રામાં આગળ ૧૦ બુલેટ, શ્રી વિશ્વકર્મા દાદાનો રથ, દાદાના પાંચેય પુત્રોનો રથ, જવેરાનો રથ, ૨૫૦ બાઈક  અને લગભગ ૧૦૦થી વધારે ગાડીઓ, ટ્રેકટર, શણગારેલ રથ, ભાઈઓ તથા બહેનોના ધૂન મંડળો, દરેક જ્ઞાતિના લોકો સાથે વિશાળ સંખ્‍યામાં જોડાશે. શહેરના તમામ જ્ઞાતિજનો, અને ધર્મપ્રિય લોકોને જોડાવા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.

આ શોભાયાત્રા પૂર્ણ થયે ટુ વ્‍હીલર, ફોર વ્‍હીલર તેમજ શણગારેલ ફ્‌લોટ પૈકી આ ત્રણેય કેટેગરીમાં સૌથી આકર્ષક ફ્‌લોટને સન્‍માનિત કરવામાં આવશે.

શાષાી મેદાન ખાતે શ્રી વિશ્વકર્મા ધામમાં ૧૨ દીકરીઓના સમૂહ લગ્ન બપોરે ૨ વાગ્‍યાથી શરૂ થશે. આ સમૂહલગ્નમાં આશીર્વચન પાઠવવા પ.પુ. મહંત શ્રી અર્જુનદાસ બાપુ તથા શાષાી શ્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી ખાસ ઉપસ્‍થિત રહેનાર છે.

સમુહલગ્નની સાથે વર્ષ દરમ્‍યાન આપેલાં અનુદાન બદલ દાતાશ્રીઓને શાષાી મેદાન વિશ્વકર્મા ધામ ખાતે સાંજે ૫ કલાકે સ્‍મળતિ ચિહ્રન અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવશે. સાથે રાજકોટમાં વસતા તમામ ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે  શ્રી વિશ્વકર્મા જયંતિની સાંજે ૬.૩૦ વાગ્‍યાથી જ્ઞાતિ સમૂહ ભોજન - મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે. સાંજે ૬.૩૦ કલાકે શ્રી વિશ્વકર્મા ધામ શાષાી મેદાન અલૌકિક દીપમાળાથી ઝળહળી ઉઠશે.

સમૂહ લગ્નોત્‍સવ, સાંસ્‍કળતિક કાર્યક્રમ સાથે તમામ કાર્યક્રમોના આમંત્રિત મહેમાનશ્રીઓમાં મુખ્‍ય મહેમાન શ્રી સુરેન્‍દ્રભાઈ તુલશીભાઈ છત્રાલીયા લેસ્‍ટર, શ્રી જયકુમાર મનોહરભાઈ તલસાણીયા, શ્રી હિતેશભાઈ મનોહરભાઈ તલસાણીયા, શ્રી વિજયભાઈ પ્રભુદાસભાઈ ધ્રાંગધરિયા, શ્રી જીતેનભાઈ વિજયભાઈ ધ્રાંગધરિયા, શ્રી પિયુષભાઈ વ્રજલાલભાઈ અઘારા, શ્રી હિરેનભાઈ વ્રજલાલભાઈ અઘારા શ્રીં મુકેશભાઈ ટી. પંચાસરા, શ્રી મહેન્‍દ્રભાઈ ટી. પંચાસરા, શ્રી વિજયભાઈ એલ. તલસાણીયા, શ્રી અમળતભાઈ પી.પંચાસરા, શ્રી કેતનભાઈ ગોરેચા, શ્રી રીતેશભાઈ ધ્રાંગધરીયા, શ્રી પ્રવીણભાઈ અઘારા, શ્રી કુમારભાઈ વી. પંચાસરા તેમજ દરેક સહયોગી સંસ્‍થાના પ્રમુખશ્રીઓ તથા જ્ઞાતિની દરેક સંસ્‍થાઓના અગ્રણીઓ અને અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

આમંત્રિત મહેમાનોમાં શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાંસદશ્રી રાજકોટ શ્રી રામભાઈ મોકરિયા રાજ્‍યસભાના સાંસદ, શ્રી રમેશભાઈ ટીલારા ધારાસભ્‍ય, શ્રી ઉદયભાઈ કાનગડ ધારાસભ્‍ય, શ્રી નયનાબેન પેઢડીયા મેયર, શ્રી માધવભાઈ દવે પ્રમુખ રાજકોટ શહેર ભાજપ, શ્રી ભાનુબેન બાબરિયા પૂર્વ કેબીનેટ મંત્રી, ડો.દર્શિતાબહેન શાહ ધારાસભ્‍ય, શ્રી જયેશભાઈ રાદડીયા ધારાસભ્‍ય, શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા ડે. મેયર, શ્રી ભરતભાઈ બોઘરા પૂર્વ ઉપાધ્‍યક્ષ પ્રદેશ ભાજપ ગુજરાત, શ્રી મુકેશભાઈ દોશી પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર ભાજપ, શ્રી ગોવિંદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્‍ય, શ્રી જયમીનભાઈ ઠાકર ચેરમેન સ્‍ટે. કમિટી, શ્રી લીલુબેન જાદવ નેતા શાસકપક્ષ, શ્રી મનીષભાઈ રાડીયા દંડક, શ્રી વિક્રમભાઈ પુજારા ચેરમેન, શિક્ષણ સમિતિ, શ્રી વીરેન્‍દ્રસિંહ ઝાલા મહામંત્રી શહેર ભાજપ, ડો. પ્રવીણભાઈ નિમાવત વાઈસ ચેરમેન શિક્ષણ સમિતિ, શ્રી અશ્વિનભાઈ મોલિયા મહામંત્રી, શ્રી દેવાંગભાઈ માંકડ શ્રી પંચનાથ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ, શહેર ભાજપ તેમજ મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ ઉપસ્‍થિત રહેશે. સાથે જ્ઞાતિના અન્‍ય મહાનુભાવો, અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ આયોજિત સમૂહ લગ્નોત્‍સવમાં ગળહસ્‍થ જીવનની કેડીએ પ્રભુતામાં પગલા પાડનાર નવ દંપતીઓ, (૧) ચિ. દિશા સંગ ચિ.દર્શિતકુમાર (૨) ચિ.દિવ્‍યા સંગ ચિ.કપિલકુમાર (૩) ચિ.શ્વેતા સંગ ચિ.જતીનકુમાર (૪) ચિ.પૂજા સંગ ચિ.પ્રિન્‍સકુમાર (૫) ચિ.પ્રતીક્ષા સંગ ચિ.દેવેન્‍દ્રકુમાર (૬) ચિ.નિરાલી સંગ ચિ.લોકેશકુમાર (૭) ચિ.પૂનમ સંગ ચિ.નીતિનકુમાર (૮) ચિ.મિતલ સંગ ચિ.ભાવિકકુમાર (૯) ચિ.રૂપલ સંગ ચિ.વિશાલકુમાર (૧૦) ચિ.દક્ષા સંગ ચિ.કપિલકુમાર (૧૧) ચિ.મિતાલી સંગ ચિ.મોહિતકુમાર (૧૨) ચિ.એકતા સંગ ચિ.દિપેનકુમાર લગ્નગ્રંથિથી જોડાઈ સમાજને નવો રાહ અને પ્રેરણા પૂરી પાડશે.

દરેક કન્‍યાને જીવન જરૂરી તમામ વસ્‍તુઓ મુખ્‍ય દાતાઓના સહકારથી તેમજ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા લાખેણો કરિયાવર દીકરીઓને આપવામાં આવશે. જેમાં મુખ્‍યત્‍વે સોનાની બુટી, સોનાનો દાણો (ચૂક), ચાંદીની ગાય, ચાંદીનો જુડો, ચાંદીના સાંકળા, ચાંદીનો તુલસી કયારો, સ્‍ટીલ કબાટ, યુફોર્મ ગાદલું, ટિપાઈ, મિક્ષ્ચર, ટોસ્‍ટર વગેરે ઘરવખરીની તમામ ૧૨૧ થી પણ વધુ વસ્‍તુઓ,  ૩૧૧ થી વધુ નંગ  આપવામાં આવશે.

શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન દિવસે મહારકતદાન શિબિર શ્રી વિશ્વકર્મા મંદિર ઉપરાંત શ્રી વિશ્વકર્મા ધામ, શાષાી મેદાન રાજકોટ ખાતે પણ બપોરે ૨ થી ૯ કલાકે રાખવામાં આવેલ છે. રક્‍ત દાતાઓએ વધુમાં વધુ રક્‍તદાન કરવા અપીલ કરવામાં આવી છે. તમામ રક્‍તદાતાઓને શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ તરફથી ભેટ આપવામાં આવશે.

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા શાષાી મેદાન સ્‍થળે તા.૨૫-૦૧-૨૦૨૬ ના રવિવારના સાંજે ૪ વાગે સર્વરોગ નિદાન કેમ્‍પ ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે રાખવામાં આવેલ છે. જેમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના ડોક્‍ટરો જેમાં મુખ્‍યત્‍વે ડો. અમિત ખંભાયતા, ડો.રોશન મિષાી, ડો. દેવેન સંચાણીયા, ડો.હિતેષ ચંદવાણીયા, ડો.ભાવી ગંગાજળીયા, ડો.ભરત વડગામા, ડો.જય વડગામા, ડો.મનીષ સંચાણીયા, ડો. ભાર્ગવ પાટણવારીયા, ડો.આત્‍મન ખંભાયતા, ડો.હાર્દિક સીદ્ધપરા, ડો.ત્‍વરા વડગામા, ડો.અમી કરગથરા અને ડો.કળપાલી કરગથરા સાથે કન્‍વીનર તરીકે લાયન મુકેશ પંચાસરા સેવા આપશે.

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસિકભાઈ બદ્રકિયા અને સૌ કાર્યકર્તાઓ છેલ્લા ત્રણેક માસથી અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમના સુચારું આયોજન પાર પાડવા માટે ગોંડલ રોંડ પર એ.વી. જસાણી સ્‍કૂલ સામે કાર્યાલય ખોલવામાં આવેલું. જેમાં સાંજે ૬ થી ૧૧.૩૦ દરમિયાન જ્ઞાતિજનો ભગવાન શ્રી વિશ્વકર્માજી જન્‍મજયંતિ મહોત્‍સવના વિવિધ કાર્યક્રમોના આયોજન માટે પોતાનો તન-મન-ધન અને સમયથી સહયોગ આપ્‍યો છે અને તમામ દાતાઓને, આગેવાનોને  કંકોત્રી આપવામાં આવેલ છે.

આ નવ દિવસીય કાર્યક્રમમાં ૬૦૦ થી પણ વધુ કાર્યકર્તાઓ સેવામાં જોડાયાં છે. આ તમામ કાર્યક્રમોની પૂર્વ તૈયારી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનાં પ્રમુખ રસિકભાઈ ડી. બદ્રકીયા, અધ્‍યક્ષ મુકેશભાઇ આર. વડગામા, હર્ષદભાઈ આર. બકરાણીયા (ઉપપ્રમુખ), જગદીશભાઈ સોંડાગર (ઉપાધ્‍યક્ષ), પ્રદિપભાઇ કે. કરગથરા (મંત્રી), મિતેશભાઇ એસ. ધ્રાગધરિયા (ખજાનચી), કિશોરભાઈ બી. બકરાણીયા  (સહમંત્રી), કારોબારી સભ્‍યો અરવિંદભાઈ બી. ત્રેટીયા, કિશોરભાઈ એમ. અંબાસણા, હરિભાઈ કે. સીનરોજા, દિલીપભાઈ બી. પંચાસરા, શાંતિલાલ ડી. સાંકડેચા, જનકભાઈ એન. વડગામા, કિશોરભાઈ આર. બોરાણિયા, કેતનભાઈ એમ. મહિધરિયા, ઘનશ્‍યામભાઈ જે. દુદકીયા, પ્રકાશભાઈ કે.દુદકિયા  અને ટ્રસ્‍ટી દિનેશભાઈ એન. ખંભાયતા, વિનયભાઈ એમ. તલસાણિયા, મુકેશભાઇ કે. ભાડેશીયા ઉપરાંત રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ અને જ્ઞાતિની અન્‍ય સહયોગી સંસ્‍થાઓ તેમજ જ્ઞાતિનાં કાર્યકર્તાઓ આ વિરાટ કાર્ય સંભાળી રહ્યાં છે. 

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા ગુર્જર સુતાર જ્ઞાતિના તમામ જ્ઞાતિજનોને આ નવ  દિવસીય મહોત્‍સવનો ધર્મલાભ લેવા શાષાી મેદાન રાજકોટ સ્‍થળે ‘શ્રી વિશ્વકર્મા ધામ'  ખાતે તમામ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના આગેવાનો સર્વશ્રી મુકેશભાઇ વડગામા, રસિકભાઇ બદ્રકીયા, હર્ષદભાઇ બકરાણીયા, પ્રદીપભાઇ કરગથરા, કિશોરભાઇ બકરાણીયા, કિશોરભાઇ બોરાણીયા, કેતનભાઇ મહિધરીયા, પ્રકાશભાઇ દુદકીયા, મુકેશભાઇ વડગામા નજરે પડે છે .(તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:56 PM IST)