<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા શનિવારથી ત્રણ દિવસ ‘કલા પ્રદર્શન'

શ્‍યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે આયોજન : ૧૫૦થી વધુ કલાકારોની કૃતિઓ પ્રદર્શિત થશે : નિઃશુલ્‍ક પ્રવેશ

રાજકોટ તા. ૨૧ : આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા આગામી તા. ૨૪ થી ૨૬ ત્રણ દિવસીય વાર્ષિક કલા પ્રદર્શનનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આકૃતિ ગ્રુપના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે સંસ્‍થા દ્વારા સતત ૧૭માં વર્ષે આ કલા પ્રદર્શન યોજવામાં આવેલ છે. તા. ૨૪ થી ૨૬ શનિ, રવિ, સોમ સવારે ૯ થી રાત્રીના ૯ સુધી મુલાકાતિઓ માટે ખુલ્લા રહેનાર આ પ્રદર્શનમાં ૧૫૦થી વધુ કલાકારોની કૃતિઓ પ્રદર્શિત થશે.

કેન્‍વાસ આર્ટ, લીપન આર્ટ, મીરર આર્ટ, નેલ આર્ટ એમ જુદી જુદી કલા એક જ સ્‍થળે કલારસીકોને માણવા મળશે. દરેક કલાનમુનો પોતાની વિશિષ્‍ટ શૈલી, તકનીક, રંગોની પસંદગી અને દ્રષ્‍ટિકોણ દ્વારા દર્શકોને સમૃધ્‍ધ રસપ્રદ દ્રશ્‍ય અનુભવ કરાવશે. કલા રસીકોએ લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. પ્રવેશ વિનામુલ્‍યે છે. વધુ માહિતિ માટે જયદીપ પરમાર (મો.૭૪૦૫૫ ૭૭૦૩૦)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આકૃતિ આર્ટ ગ્રુપના આરતી બાવીશી, કેયુર સોરઠીયા, દર્શન સોલંકી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:58 PM IST)