હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st January 2026
રાજકોટના મવડી વિસ્તારમાં શોપીંગ સેન્ટરની ૧૦ દુકાનોની જાહેર યોજાઈ: ૨૯૬.૩૦ લાખની આવક
દુકાનોની અપસેટ કિમત રૂ.૧૮૫.૩૦ લાખ રાખવામાં આવેલ: હરરાજીમાં કુલ-૧૦૦થી વધુ નાગરિકો જોડાયા

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં લાલુભાઇ પારેખ ટાઉનશીપ ટી.પી. સ્કીમ ૨૭ મવડીના પ્લોટ નં. ૫૧ B, ખાતે વેસ્ટ ઝોન પેકેજ-૫ હેઠળ તૈયાર થયેલ. લાલુભાઇ પારેખ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની કુલ-૧૦ દુકાનો જાહેર હરરાજી યોજાઈ હતી.
આ જાહેર હરરાજીમાં ૧૦ દુકાનોની હરરાજી કરવામાં આવેલ. જેમાં તમામ દુકાનોની અપસેટ કિમત રૂ.૧૮૫.૩૦ લાખ રાખવામાં આવેલ જેની સામે હરરાજીની કિમત રૂ.૨૯૬.૩૦ લાખ આવેલ. આ જાહેર હરરાજીમાં કુલ-૧૦૦થી વધુ નાગરિકો જોડાયા હતા.
(6:24 PM IST)










