<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

રાજકોટમાં પ્રયોશા જવેલર્સમાં ITની તપાસ

રીયલ એસ્‍ટેટ બાદ હવે જવેલર્સ ગ્રુપ પર આવકવેરાની તપાસથી ફફડાટ

રાજકોટ તા. રર :.. ર૦રપ-ર૬ નું નાણાંકીય વર્ષને પુર્ણ થવા આડે હવે માત્ર બે જ મહિના બાકી છે ર્ત્‍યીારે આવકવેરા વિભાગ દ્વારા કરપાત્ર રકમના નિર્ધારીત લક્ષ્યાંકને પુર્ણ કરવા દરોડા અને સર્વે તેમજ અન્‍ય નોટીસ કાર્ય હાથ ધર્યુ છે. અમદાવાદના ટોચના બે બિલ્‍ડર્સ ગ્રુપ ઉપર આવકવેરાના દરોડા બાદ ગઇકાલે સમી સાંજે રાજકોટના જાણીતા જવેલર્સ ગ્રુપ ઉપર કોઇ મુદ્‌્‌ે તપાસ હાથ ધરવામાં આવતા જવેલર્સ વર્તુળમાં ચર્ચા જાગી છે.

ઇન્‍કમટેકસના અધિકારીઓ દ્વારા ગઇકાલે રાજકોટના કોટેચા ચોક ખાતે આવેલ પ્રયોશા જવેલર્સ ઉપર ઇન્‍કમટેકસે તપાસ હાથ ધરી છે. જેમાં નાણાંકીય વ્‍યવહાર ઉપરાંત અન્‍ય રોકાણો ઉપર તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ અંગે સત્તાવાર રીતે કોઇ નિવેદન હજુ બહાર આવ્‍યું નથી.

(2:39 PM IST)