<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

રીક્ષામાં મુસાફરના સ્‍વાંગમાં ગઠીયાએ નિવૃત મામલતદારનો ચેઇન સેરવી લીધો

ત્રણ મહિના પહેલા યાજ્ઞીકરોડ પર બનાવઃ વૃધ્‍ધ દિલીપભાઇ જાનીની એ.ડીવીઝન પોલીસમાં ફરિયાદઃ ક્રાઇમબ્રાંચની ટીમે બે શખ્‍સને દબોચી લીધા

રાજકોટ, તા.૨૨: શહેરના  જયુબેલી ગાર્ડન પાસેથી રીક્ષામાં બેઠેલા નિવૃત મામલતદારની નજર ચૂકવી મુસાફરના સ્‍વાંગમાં બેઠેલા ગઠીયાએ વૃધ્‍ધના ગળામાંથી રૂા.૧૯ હજારનો ચેઇન સેરવી લેતા એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ  નોંધાઇ હતી.આ બનાવમાં ક્રાઇમબ્રાંચે  આરોપીઓને પકડી  લીધો હતો.

મળતી વિગત મુજબ દોઢસોફૂટ રી઼ગ રોડ ઉમીયા ચોક નજીક આવેલી ગોકુલધામ  સોસાયટી શેરી નં.૬માં રહેતા નિવૃત મામલતદાર દિલીપભાઇ ગોૈરીશંકરભાઇ જાની(ઉ.વ.૭૨) એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. વૃધ્‍ધે ફરિયાદમાં જણાવ્‍યું છે કે, ગત તા.૧૦-૧૦-૨૫ ના રોજ બપોરના સમયે તે ઘરેથી રીક્ષામાં બેસીને હરીહર ચોક પાસે આવેલી પોસ્‍ટ ઓફીસે તેના બચત ખાતા માંથી  પૈસા ઉપાડવા માટે આવ્‍યા હતા. તેણે રૂા.૧૦ હજાર ઉપાડી પોસ્‍ટ ઓફીસની બહાર નીકળી ચાલીને જયુબેલી ગાર્ડન  પાસે આલ્‍ફેડ મ્‍યુઝીયમ પાસે ઉભા હતા ત્‍યારે એક નંબર પ્‍લેટ વગરની રીક્ષા તેની પાસે ઉભી રહી હતી. અને ચાલકે કહ્યું કે કાકા તમારે કયા જવુ છે. ફરિયાદીએ કહ્યું કે ગોકુલધામ જવુ છે કહેતા ચાલકે તેને રીક્ષા બેસાડી દીધા હતા. રીક્ષામાં અગાઉથી એક શખ્‍સ બેઠેલો હતો. બાદ યાજ્ઞીકરોડ પર આવેલા વિવેકાનંદના પુતળા પાસે પહોંચતા  ચાલકે રીક્ષા ઉભી રાખીને કહ્યું કે કાકા તમે નીચે ઉતરી જાવ હું આ પેસેન્‍જરને આગળ ઉતારીને તમને પરત લઇ જાવ છું તેમ કહેતા ફરીયાદી રીક્ષામાંથી ઉતરી ગયા હતા. અને ચાલક રીક્ષા લઇને જતો રહ્યો હતો. બાદ ફરિયાદએ પોતાના ગળામાં જોતા તેણે પહેરેલો રૂા.૧૯,૨૫૩ની કિંમતનો સોનાનો ચેઇન જોવા ન મળતા રીક્ષમાં બેઠેલા શખ્‍સે સોનાનો ચેઇન સેરવી લીધો હોવાની ખબર પડી હતી. આ બનાવની  જાણ કરતા એ-ડીવીઝન પોલીસે નિવૃત મામલતદારની ફરીયાદ દાખલ કરી તપાસ હાથધરી હતી. દરમ્‍યાન ક્રાઇબ્રાંચની ટીમે બાતમીના આધારે રીક્ષા ગેંગના બે શખ્‍સોને પકડી લઇ તપાસ હાથધરી છે

(3:57 PM IST)