<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

કાલે ગુરૂકુલમાં શિક્ષાપત્રી પુજન અને અન્‍નકુટઃ મહિલા મંદિર દ્વારા ૩દિ' ઉત્‍સવ

રાજકોટઃ તા.રર,શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાન દ્વારા ગુરૂકુલ ગોંડલ રોડ ખાતે  વસંત પંચમીના શુભ દિને  શિક્ષાપત્રી ગ્રંથના ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય, શિક્ષાપત્રી પૂજન અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કાલે ૨૩ જાન્‍યુઆરી શુક્રવારના દિવસે કરવામાં આવ્‍યું છે. વસંત પંચમીના  પ્રભાતે સૌપ્રથમ સંતો હરિભક્‍તો દ્વારા  સમૂહ ગાન થશે. ત્‍યારબાદ તુલસી અને પુષ્‍પ પાખડી વડે  શિક્ષાપત્રી પૂજન થશે. 

ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી અને મહંત સ્‍વામી શ્રી દેવપ્રસાદજી સ્‍વામી અને યજમાનો દ્વારા શિક્ષાપત્રી ગ્રંથની આરતી થશે. વસંત પંચમીના દિવસે શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીને દર્શન આપેલા  તે દ્યનશ્‍યામ મહારાજનો ૫૩મો પાટોત્‍સવ નિમિત્તે દ્યનશ્‍યામ મહારાજ સમક્ષ ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવશે. દ્યનશ્‍યામ મહારાજ અને  અન્નકૂટની આરતી  બાદ મહાપૂજા નું આયોજન કરવામાં આવેલું છે. જેમાં  યજમાનો અને હરિભક્‍તો લાભ લશે.

 અન્નકૂટ દર્શન નો લાભ સવારે ૮ થી સાંજના ૫ વાગ્‍યા સુધી પ્રાપ્ત થશે.

શિક્ષાપત્રી  દ્વિશતાબ્‍દી નિમિત્તે સાંખ્‍યયોગી માતાઓ દ્વારા ત્રણ દિવસનો શિક્ષાપત્રી ઉત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં શિક્ષાપત્રી અનુષ્ઠાન, શિક્ષાપત્રી પર ગેમ્‍સનું આયોજન, શિક્ષાપત્રી કંઠસ્‍થ સ્‍પર્ધા, સમૂહ પ્રશ્નોત્તરી અને સાંખ્‍ય યોગી બહેનો દ્વારા  શિક્ષાપત્રી કથા વગેરે પ્રેમવતી મહિલા મંદિર દ્વારા ૩:૩૦ થી ૬ વાગ્‍યા દરમ્‍યાન  કરવામાં આવ્‍યું છે.

(2:35 PM IST)