<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

તળપદા કોળી પટેલ યુવા મંચ દ્વારા શનિવારે સમુહલગ્ન

આજી ડેમ ચોકડી ખાતે આયોજીત સમારોહમાં રપ યુગલો પ્રભુતામાં પગલા પાડશે : સાથે રક્‍તદાન કેમ્‍પ અને સર્વરોગ નિદાન કેમ્‍પનું પણ આયોજન : સંતો-મહંતો અને જ્ઞાતિ આગેવાનો ઉપસ્‍થિત રહી આશીર્વચનો આપશે

રાજકોટ : શ્રી તળપદા કોળી પટેલ યુવા મંચ દ્વારા તા. ર૪ ના રપ દિકરીઓના સમૂહ લગ્નોત્‍સવ તેમજ મહારકતદાન કેમ્‍પ અને સર્વરોગ નિદાન કેમ્‍પનુ જાજરમાન આયોજન કરવામાં આવે છે.

આજી ડેમ ગ્રાઉન્‍ડ, આજી ડેમ ચોકડી, ભાવનગર હાઇવે રાજકોટ ખાતે આયોજીત આ ઓવણચાલીસમાં સમૂહ લગ્નમાં વાલજી ભગત, મોહન ભગત, આર્યન ભગત સહિતના સંતો-મહંતો હાજર રહી નવદંપતિને આશીર્વચન પાઠવશે.

આ પ્રસંગે રાજકોટ સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજયકક્ષાના મંત્રી પરસોત્તમભાઇ સોલંકી, કેન્‍દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા, પૂર્વ ધારાસભ્‍ય શ્રી રૂતવીકભાઇ મકવાણા તથા રાજકોટ જીલ્લાના ધારાસભ્‍યો તથા અનેક રાજકીય અગ્રણીઓ હાજર રહેશે.

આ સમૂહ લગ્નમાં આશરે અંદાજે ૧૦,૦૦૦ થી ૧ર,૦૦૦ જેટલા જ્ઞાતિજનો ભોજન પ્રસાદ ગ્રહણ કરશે. શનિવારે સવારે ૭ કલાકે જાન આગમન ૧૦:૪પ કલાકે હસ્‍ત મેળાપ તથા બપોરે ૧:૩૦ કલાકે જાન વિદાય સહિતના માંગલીક પ્રસંગોની વિધી તળપદા કોળી સમાજના ગોર લલીતભાઇ પાઠક દ્વારા કરાવવામાં આવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા તળપદા કોળી પટેલ યુવા મંચના આયોજકો તેમજ સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સમૂહ લગ્નના આયોજનમાં સમિતિના નીલેશભાઇ જમોડ, રાજીવભાઇ  ચૌહાણ, નિખીલભાઇ ભંડેણીયા, વિનુભાઇ માલકીયા, મુકેશભાઇ મેર, સુધીરભાઇ મકવાણા, પરસોત્તમભાઇ ભરાડીયા, રણજીતભાઇ મકવાણા, અનીલભાઇ મકવાણા, હરિભાઇ મકવાણા, જીતેન્‍દ્રભાઇ પરબતાણી, વિનોદભાઇ ચૌહાણ, હકાભાઇ સોરાણી, કેતનભાઇ સાકરીયા તેમજ રામદેવભાઇ ભેસજારીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. જ્ઞાતિજનોને બહોળી સંખ્‍યામાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

તસ્‍વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા તળપદા કોળી પટેલ યુવા મંચના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(2:36 PM IST)