<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

રાજકોટમાં યોજાઇ ગયું બોન્‍સાઈ આર્ટનું અનોખું પ્રદર્શન

બોન્‍સાઈ આર્ટ દ્વારા ઉછરેલા વળક્ષને પેઢી દર પેઢી જતન કરનારા હોય તો તે વળક્ષ પેઢી દર પેઢી એટલે કે ૫૦૦ થી ૧૦૦૦ વર્ષ સુધી જીવંત રહે છે. તેના દ્રષ્ટાંતો જાપાન અને ચીનમાં મળી શકે છે. આવી અનન્‍ય કલા બાબતે વધુ જાણકારી મેળવવા કલબના પ્રમુખ ચેતનભાઈ સિંધવનો મો.નં. ૯૯૭૯૩ ૪૨૯૮૬ ઉપર સંપર્ક કરવા કલબની એક યાદીમાં જણાવાયું છે.

રાજકોટ : તાજેતરમાં  શ્‍યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં સૌરાષ્‍ટ્ર બોન્‍સાઈ કલબ દ્વારા યોજાયેલ પ્રદર્શનનુ ં ઉદ્ધાટન બોન્‍સાઈ કલબના ગુરૂ ગણાતા વલસાડના શ્રી જીણાભાઈ પટેલ તેમજ હિરેનભાઈ પટેલ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. દિપ પ્રાગટય ક્‍લબના પ્રમુખશ્રી ચેતનભાઈ સિંધવ તેમજ  અતિથિ વિશેષ પદ્મશ્રી ભજન સમ્રાટ હેમંત ચૌહાણ, સાહિત્‍ય શ્રેષ્ઠી આર.પી. જોષી, નાટય વિશેજ્ઞ કૌશિક સિંધવ હસ્‍તે કરાવવામાં આવ્‍યું હતું.

બોન્‍સાઈ એક વામન એટલે કે લઘુ (નાના) વળક્ષ ઉછેરની કળા છે. જેની ઉદ્‌ભવના ચીન અને તે બાદ જાપાનમાં થઈ હતી અને તેના વિશ્વ પાયોનિયર તરીકે હેનત્‍સાંગ અને ફહિયાનનું નામ સ્‍થાપિત છે. સમયાંતરે ખાસ કરીને વિકસીત દેશોમાં આ કળા વિકાસ પામાતા વિખ્‍યાતીને પામી. ભારતમાં પણ છેલ્લા ૧૦૦ વર્ષથી ધીમે ધીમે લોકો શીખતા અને સ્‍વીકારતા થયાં છે આ સુંદર કલાને.

કોઈપણ પ્રકારના મોટા વળક્ષો જેમ કે વડ, પીપળ, લીમડો કે પછી ભલે તે ફળઝાડ હોય. દા.ત. આમ્રવળક્ષ, ચીકુ કે દાડમનું વળક્ષ હોય, તેનું પણ નાનું, લઘુ વળક્ષ ઉછેરી શકાય છે આ બોન્‍સાઈ કલા દ્વારા. વળી, આ કળા દ્વારા નાના ફળાવ વળક્ષોમાં પણ ફળોનો ઉગાવો મળે !! બોલો... ઠીક ઠીક નાના મોટા કુંડામાં ઉછેરાતા આ બોન્‍સાઈ વળદ્ધે રહેણાંક ઘરની શોભા વધારવા શો-પીસ તથા ગળહ સુશોભક તરીકે પણ આ લઘુ વળક્ષ ઘરને વધુ શોભાયમાન બનાવી શકે. આવા લઘુ વળક્ષોનું આયુષ્‍ય પાંચ વર્ષથી ૫૦૦ થી પણ વધુ વર્ષનું હોય છે. જાપાન અને ચીનમાં આવા અત્‍યંત પુરાણા બોન્‍સાઈ વળક્ષો છે જ !!

રાજકોટમાં  બોન્‍સાઈ કલાપ્રેમીઓ દ્વારા અને ચેતનભાઈ સિંધવ જેવાં બોન્‍સાઈ કલાના જુના જોગી અને સાધકના પ્રમુખ સ્‍થાને સૌરાષ્‍ટ્ર બોન્‍સાઈ કલબની સ્‍થાપના ૮ વર્ષ પૂર્વે થયેલ.  છેલ્લા ત્રણ વર્ષ થયાં દર બે ત્રણ માસે આ કલાના વર્કશોપ અને દર વર્ષે આ બોન્‍સાઈ વળક્ષોના વિસ્‍તળત પ્રદર્શનો યોજવાની શરૂઆત કરી છે. અને આ કારણે ધીમી ધીમે ઘણાં વળક્ષપ્રેમીઓ આ બોન્‍સાઈ કલબમાં જોડાઈ રહ્યા છે.

તાજેતરમાં યોજાયેલ ત્રીજા પ્રદર્શનમાં કલબના સોૈરાષ્‍ટ્રભરના સભ્‍યોએ પોતે જ ઉછેરેલા અનેકાનેક પ્રકારના,  ૩૦૦ જેટલા બોન્‍સાઈ વળક્ષો જોવાનો લ્‍હાવો રાજકોટની પ્રજાને મળ્‍યો. વળક્ષ અને પ્રકળતિ પ્રેમીઓ માટે આ પ્રદર્શન એક ખાસ અવસર બની રહ્યો. આ બે દિવસો દરમિયાન પ્રદર્શન સ્‍થળે જ શ્રી જીણાભાઈ પટેલ તથા કલબના હિરેનભાઈ પટેલના માર્ગદર્શનમાં  વર્કશોપો  પણ યોજવામાં આવ્‍યા હતાં. જેમને બોન્‍સાઈ વળક્ષ વિષયે કોઈ ખ્‍યાલ જ ન્‍હોતો તેવા લોકોના બહોળા સમુદાયે આ કલાને, કલબના આ વર્કશોપ તથા પ્ર દર્શન દ્વારા બરાબર આત્‍મસાત્‌ કરી જાણ્‍યાનો અહેસાસ સ્‍પષ્ટ રીતે અનુભૂત થયો હતો.

મનમોહક પ્રદર્શનને નિહાળવા મેયરશ્રી નયનાબેન પેઢડીયા, અતિથિ વિશેષ પદ્મશ્રી ભજન સમ્રાટ હેમંત ચૌહાણ, વિવેકાનંદ યુથ કલબ તથા પુસ્‍તક પરબના અનુપમભાઈ દોશી, વિજ્ઞાન ભવનના ભાયાણી સર, ભારત સેવક સમાજના જનાર્દનભાઈ પંડયા, નાટયકલા અને સાહિત્‍યના સન્નિષ્ઠો આર.પી. જોષી તથા કૌશીક સિંધવ, સી.પી. શ્રી બ્રજેશકુમાર ઝા , ડી.સી.પી. શ્રીમતિ હેતલબેન પટેલ અને જાણીતા આર્કીટેક રીશીન મિત્રા  એ  પ્રદર્શન નિહાળી  રાજીપો વ્‍યકત કરી,  અભિનંદન આપ્‍યા હતાં.

(2:37 PM IST)