News of Thursday, 22nd January 2026
રાજકોટ શહેર-જીલ્લામાં મતદારયાદી અંગે જેટલા ફોર્મ નં. ૭ સ્વીકારાયા તેના ફુટેજ આપોઃ જેમણે સ્વીકાર્યા તે અધીકારીઓની ભૂમીકા તપાસો
કોંગ્રેસ આકરા પાણીએઃ કલેકટર કચેરીમાં ઉગ્ર દેખાવો-ધરણા-રામધૂન સાથે આવેદન પાઠવાયું :જવાબદારો સામે ફોજદારી કરવાની માંગણીઃ રાજકીય પ્રભાવ હેઠળ છેલ્લી ઘડીએ ફોર્મ નં. ૭ ભરાયાના ગંભીર આક્ષેપો

રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસના ૧૦૦થી વધુ આગેવાનો-કાર્યકરોએ કલેકટર કચેરીએ દોડી આવી-દેખાવો યોજી બ્લકમાં ફોર્મ નં. ૭ સ્વીકારવા અંગે ઉગ્ર વિરોધ નોંધાવી કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. રરઃ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજદિપસિંહ જાડેજા અને જીલ્લા પ્રમુખ હિતેશભાઇ વોરા તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી શ્રી ગાયત્રીબા વાઘેલા અને ૧૦૦થી વધુ આગેવાનો યોજી કલેકટરને આવેદન પાઠવી રાજકીય પ્રભાવ હેઠળ છેલ્લી ઘડીએ ફોર્મ-૭ વાંધાઓની બલ્ક સબમિશન અને સ્વીક્રતિની તપાસની માંગ કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સદન સુધારણા ラ૨૦૨૬ સંદર્ભે તા. ૧૯-૧૨-૨૦૨૫ ના રોજ મુશદા મતદાર યાદી (Draft Electoral Roll) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર મતદાર યાદી અનુસંધાને વાંધા, સૂચન અને હકラદાવા માટે ફોર્મ નં. ૬, ૭ અને ૮ ભરવાની છેલ્લી તારીખ ૧૮-૦૧-૨૦૨૬ નિર્ધારિત કરવામાં આવેલ હતી. અચાનક તા. ૧૬-૦૧-૨૦૨૬ થી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નં. ૭ હજારોની સંખ્યામાં આવા મંડયા છે.
ફોર્મラ૭ અંગે કાનૂની સ્થિતિ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ અને મતદારોની નોંધણી નિયમો, ૧૯૬૦ ની જોગવાઈઓ અનુસાર, ફોર્મラ૭ (નામ કાઢી નાખવા માટે વાંધો) ફક્ત ત્યારે જ સબમિટ કરી શકાય છે, અને દરેક અરજી ચૂંટણી નોંધણી અધિકારી (ERO) દ્વારા વ્યક્તિગત ચકાસણી અને ચકાસણીને આધીન હોવી જોઈએ.
મળતી માહિતી મુજબ સત્તાધારી પક્ષ દ્વારા સુનિયોજિત રીતે ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને રાજકીય પક્ષ તરફી મતદારોના નામ મતદાર યાદી માંથી કમી કરવા માટે રજૂ થયેલ છે.
ફોર્મラ૭ વાંધાઓનું સંકલિત ફાયલિંગ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ખોટી રીતે સાચા મતદારોના નામ કાઢી નાખવા અને મતદાર યાદીમાં છેડછાડ કરવા માટે એક ઇરાદાપૂર્વકનું મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને નબળી પાડવાનું કાવતરું હોય તેવું લાગે છે, જેનાથી લોકશાહી પ્રક્રિયા નબળી પડે છે.
આવેદનમાં વધુમાં ઉમેરાયું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય કક્ષાનો રાજકીય પક્ષ છે. હાલના સંજોગોમાં સત્તાધારી પક્ષ સામે સૌથી મોટો વિરોધ પક્ષ ગણાય રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય પક્ષ તરીકે ગુજરાતના મતદારો મતદાનથી વંચિત ન રહી જાય અને બદઇરાદાથી ભરાયેલ સાચા મતદારોના નામ કમી (રદ) ન થઈ જાય અને લોકશાહી જીવંત રહે તે માટે અમારી આ માંગણી છે, અગ્રણીઓએ કલેકટરને મળવાની જીદ કરી હતી, કલેકટર સ્વાગત કાર્યક્રમમાં હોય, બપોરે ૧ વાગ્યે આવેદન અપાયું હતું.
અમારી માંગણી છે કે ફોર્મ નં. ૭ સબમિટ કરવાના સમયગાળાના છેલ્લા દિવસો એટલે કે તા. ૧૬, ૧૭, અને ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના દિવસોમાં જેટલા પણ ફોર્મ નં. ૭ સ્વીકારવામાં આવ્યા હોય તે બધી જ ઓફિસોના CCTV ફૂટેજ અમોને આપવામાં આવે, તપાસવામાં આવે. સાથો સાથ જેતે ઓફિસના અધિકારીઓ કે જેમણે ફોર્મ નં. ૭ને જથ્થાબંધ રીતે સ્વીકાર્યા છે તેવા અધિકારીઓની ભૂમિકાને પણ તપાસવામાં આવે, અને આવા અધિકારીઓ કે સત્તાધારી પક્ષના માણસો કાયદાકીય પ્રક્રિયાને ઉલ્લંઘન કરતા જણાય તો તેમની સામે ફોજદારી રહે પગલાં લેવાની પણ અમારી માંગણી છે.
આપ શ્રી ને જાણ થાય કે ખરેખર કોઈપણ મતદારની સામે વાંધો લીધો હોય તો સૌ પ્રથમ વાંધો આપનાર વ્યક્તિને ચૂંટણી આયોગ દ્વારા તેમણે લીધેલ વાંધાના સમર્થનમાં પુરાવો આપવો પડે એટલે અમારી રજૂઆત છે કે સૌ પ્રથમ નોટિસ વાંધેદારને આપવામાં આવે અને તેના દ્વારા આધાર પુરાવા રજૂ થયા પછી યોગ્ય લાગે અને જરૂરિયાત ઊભી થાય તો જ BLO અને મતદારને નોટિસ આપીને બોલાવવામાં આવે, કારણ કે ગેર વ્યાજબી વાંધા અને પૂરતા આધાર પુરાવાની ગેરહાજરીને કારણે કોઈપણ વ્યક્તિ કોઈપણ મતદાર સામે વાંધો ઉઠાવે તો સાચા અને ખરા મતદારને બિનજરૂરી નાણા અને સમાયનો બગાડ કરવાનો થાય છે. જે ખરેખર ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની નિષ્પક્ષતાની તમે સવાલ ઊભો કરે છે.
વધુમાં, અમારી રજૂઆત છે કે ગુજરાતમાં જેટલા ફોર્મ નં. ૭ છેલ્લા દિવસોમાં ગુજરાતની જુદી જુદી ઓફિસોમાં જમા કરવામાં આવ્યા છે તે તમામ ફોર્મની પ્રાથમિક યોગ્યતાને ચકાસીને ભારતીય લોક પ્રતિનિધિત્વ ધારાラ૧૯૫૦ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કોઈપણ યોગ્યતા પ્રાપ્ત મતદાર ભારતીય બંધારણ દ્વારા મળેલ મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે આવા તમામ ગેરકાયદેસરના વાંધાઓને ફગાવીને મતદારોને તેમના અધિકારનો ઉપયોગ કરવા દેવાની અમારી માંગણી છે.
આપ અમારી માંગણીઓને / રજૂઆતને ધ્યાનમાં રાખીને ભારતની લોકશાહીના હિતમાં યોગ્ય પગલાં લેશો અને જો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થઈ તો ના છૂટકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને રસ્તા ઉપર ઉતરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને કોર્ટના માધ્યમથી ગુજરાતના મતદારોના મતાધિકારની રક્ષા અર્થે કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેની જવાબદારી આપના શિરે રહેશે જેની જાણ લેશો.
આવેદન દેવામાં આગેવાનો-કાર્યકરો સર્વશ્રી વશરામભાઇ સાગઠીયા, મહેશ રાજપુત, ગાયત્રીબા વાઘેલા, અતુલભાઇ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઇ અજુડીયા, ડી. પી. મકવાણા, મનીષાબા વાળા, દિપ્તીબેન સોલંકી, રણજીત મુંધવા, રવિ જીતીયા, નિલેશભાઇ મારૂ, દીપ ભંડેરી, હાજીભાઇ ઓડિયા વિગેરે જોડાયા હતા.
(2:38 PM IST)










