હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાણીમા રૂડીમા ચોક સ્લમ કવાર્ટરમાં મહિલાને પ્રેમી કાનાએ ધમકી આપી
રીના સોલંકીની યુનિવર્સિટી પોલીસમાં મોટાવડાના કાના મકવાણા સામે ફરિયાદ

રાજકોટઃ તા.રર, રાણીમા-રૂડીમા ચોક પાસે સ્લમ કવાર્ટરમાં રહેતી મહિલાને તેના મિત્ર સાથે ફોનમાં વાત કરવાની ના પાડી પ્રેમીએ મહિલાને ઝઘડો કરી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મળતી વિગત મુજબ રાણીમા રૂડીમાં ચોક પાસે સ્લમ કવાર્ટરમાં કાના ભરવાડના મકાનમાં ભાડે રહેતી રીના ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ. ૩પ) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં મોટાવડા ગામે રહેતા કાના મકવાણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. રીનાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે તે રાણીમારૂડીમા ચોક પાસે કવાર્ટરમાં ભાડે રહે છે.
આઠેક વર્ષ પહેલા તેને પતિ સાથે માથાકુટ થતાં તે ઘરેથી નીકળી ગઇ હતી અને એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે હતી ત્યારે તેને આરોપી કાના મકવાણા સાથે ઓળખાણ થઇ હતી બાદ તેની સાથે પ્રેમસંબંધ બંધાયો હતો બાદ બંને સાથે રહેતા હતા, બાદ બે વર્ષ પહેલા હાર્દિક અશોકભાઇ જોશી સાથે મિત્રતા થયા બાદ તેની સાથે પ્રેમસંબંધ બંધાતા આ બાબતની જાણ કાના મકવાણાને થઇ હતી. ફરિયાદી આ હાર્દિક જોશી સાથે વાતચીત કરતી હોઇ તે આરોપી કાના મકવાણાને ગમતું ન હોવાથી ત્રણેય વચ્ચે બોલાચાલી થઇ હતી અને કાનો ફરીયાદીને ફોન કરી હાર્દિક સાથે બોલવાની ના પાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. ફિરોઝભાઇએ તપાસ હાથ ધરી હતી.










