હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કટારીયા ચોકડી પાસે ‘હિટ એન્ડ રન': વોકીંગમાં નીકળેલા ૪૫ વર્ષિય ઘનશ્યામસિંહ ચોૈહાણનું મોત
રંગોલી પાર્કના સર્વિસ સ્ટેશનના સંચાલકને અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયો'તોઃ સારવારમાં મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૨: કાલાવડ રોડ કટારીયા ચોકડી નજીક હિટ એન્ડ રનના બનાવમાં રંગોલી પાર્કમાં રહેતાં અને સર્વિસ સ્ટેશન ચલાવતાં આધેડનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. તેઓ ઘરેથી વોકીંગ માટે નીકળ્યા ત્યારે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ કટારીયા ચોકડી નજીક રંગોલી પાર્કમાં રહેતાં ઘનશ્યામસિંહ રણજીતસિંહ ચોૈહાણ (ઉ.વ.૪૫) ગત શનીવારે સાંજે ઘરેથી વોકીંગ માટે નીકળ્યા હતાં. તેઓ કટારીયા ચોકડી નજીક પહોંચ્યા ત્યારે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. સિવિલ હોસ્પિટલમાં તે સતત ચાર દિવસથી સારવાર હેઠળ હતી. આજે સવારે અંતિમ શ્વાસ લઇ લેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર ઘનશ્યામસિંહ ચોૈહાણ બે ભાઇમાં મોટા હતાં. તેઓ મોદી સ્કૂલ નજીક વાહન સફાઇ માટેનું સર્વિસ સ્ટેશન ચલાવતાં હતાં. તાલુકા પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.










