તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 22nd January 2026
રાજકોટમાં પરિણીતા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવતી સેશન્સ કોર્ટ
બેંકનું ફોર્મ ભરવાનું કહી બાવડું પકડી ઘરમાં લઈ જઈ ધમકી આપી બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો

રાજકોટ : તા.૨૨ : રાજકોટ ગ્રામ્ય પંથકની પરિણીતાને બેંકનું ફોર્મ ભરવા બોલાવી દુષ્કર્મ આચારવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કરી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.
ગત તારીખ ૧-૭-૨૦૨૩ નારોજ રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની યુવતીને જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકા નામના શખ્સ બેંકનું ફોર્મ ભરવાનું કહી તેણીનું બાવડું પકડી તેના ઘરમાં લઈ જઈ ધમકી આપી બળજબરીથી બળાત્કાર ગુજારેલ હોવાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકા ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કરેલ અને આરોપી વિરુદ્ધ ગુના ને લગતો પૂરતો પુરાવો મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
અદાલતમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં પુરાવો શરૂ થતા પ્રોસીકયુશન દ્વારા આ કેસના મુખ્ય સાહેદ ફરીયાદી યુવતીની કોર્ટમાં સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલી અને તેઓએ તેમની જુબાનીમાં તેણીની ઉપર આરોપીએ જબરજસ્તી પૂર્વક બળાત્કાર કરેલ હોવાની હકીકત સોગંદ ઉપર જણાવેલી તેમજ બનાવ અંગેની વિસ્તળત હકીકત કોર્ટમાં સોગંદ ઉપર જણાવેલી તેમજ આ કેસમાં પ્રોસીકયુશન દ્વારા ડોક્ટર, એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ અને તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી.તેમજ પ્રોસીકયુશન દ્વારા દસ્તાવેજી પુરાવા લીસ્ટ રજૂ રાખવામાં આવેલું જેમાં ફરિયાદ પંચનામાં તથા મેડિકલ સર્ટિફિકેટ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન વિગેરે દસ્તાવેજી પુરાવો કોર્ટમાં રજૂ રાખવામાં આવેલા હતા.
બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ દ્વારા વિસ્તળત દલીલ કરવામાં આવી હતી.જેમાં આરોપીએ ફરિયાદી યુવતીને બેંકનું ફોર્મ ભરવાના બહાને તેણીનું બાવળું પકડી રૂમમાં લઈ જઈ ધમકી આપી બળાત્કાર ગુજારેલ છે. બળાત્કારના સદમાંથી યુવતીને ખૂબજ આઘાત લાગી આવતા તેણીએ આત્મહત્યા કરવા માટે પગલું ભરેલું અને તેણીનું એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ડાઈંગ ડેકલેરેશનમા યુવતીએ બળાત્કાર અંગેની સીઆરપીસી કલમ ૧૬૪ના નિવેદનમાં પણ તેણીની ઉપર આરોપીએ કરેલ બળાત્કાર અંગેની હકીકત જણાવેલી તેમજ સરકારી વકીલ દ્વારા વિસ્તળત દલીલ કરવામાં આવેલી કે આવા બળાત્કાર જેવા ગુનામાં પુરાવાના કાયદા મુજબ કોઈસ્ત્રી કોર્ટમાં સોગંદ ઉપર બળજબરીથી બળાત્કાર કરવામાં આવેલો હોવાની હકીકત જણાવતા હોય તો તે હકીકત માનવી જોઈએ તેવી દલીલ કરવામાં આવેલી આમ કોર્ટ દ્વારા સોગંદ ઉપર જુબાનીથી તથા દસ્તાવેજી પુરાવા લીસ્ટ અને સરકાર તરફે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલને ધ્યાને લઈ સેશન્સ જજ ટી.એસ.બ્રહ્મભટ્ટ આરોપી જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકા ને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા તથા ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારેલ છે આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.
મુકેશ પીપળીયા
સરકારી વકીલ
(3:56 PM IST)










