તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 22nd January 2026
મવડીમાં ૧૦ દુકાનો ર૯૬.૩૦ લાખમાં વેંચાઇ
મનપાની લાલુભાઇ પારેખ ટાઉનશીપની શોપિંગ સેન્ટરના દુકાનોની હરરાજી

રાજકોટઃ તા.રર, શહેરના મવડી વિસ્તારમાં આવેલ લાલુભાઇ પારેખ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની ૧૦ દુકાનો ની ગઇકાલે જાહેર હરરાજી કરવામાં આવતા રૂા.ર૯૬.૩૦ લાખની આવક થવા પામી છે. આ અંગે મનપાની એસ્ટેટ શાખાના મેનેજર મેહુલ ગાંધી સતાવાર જણાવ્યા મુજબ મહાનગર પાલિકા દ્વારા લાલુભાઇ પારેખ ટાઉનશીપ ટી.પી. સ્ક્રમ ર૭ મવડીના પ્લોટ નં. પ૧ બી, ખાતે વેસ્ટ ઝોન પેકેજ-પ હેઠળ તૈયાર થયેલ લાલુભાઇ પારેખ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની કુલ-૧૦ દુકાનો જાહેર હરરાજી તા. ર૧ જાન્યુ. ના રોજ યોજાઇ હતી.
આ જાહેર હરરાજીમાં ૧૦ દુકાનોની હરરાજી કરવામાં આવેલ. જેમાં તમામ દુકાનોની અપસેટ કિંમત રૂા.૧૮પ.૩૦ લાખ રાખવામાં આવેલ જેની સામે હરરાજીની કિંમત રૂા. ર૯૬.૩૦ લાખ આવેલ, આ જાહેર હરરાજીમાં કુલ-૧૦૦ થી વધુ નાગરિકો જોડાયા હતા.
(3:31 PM IST)










