<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ખાદ્યતેલોના ભાવો સળગ્‍યાઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં ર૦ રૂા. વધ્‍યા

છલ્લા ૩ દિવસમાં સીંગતેલમાં ૮૦ રૂા. કપાસીયા તેલમાં ૬૦ રૂા.નો ભાવવધારો : કાચા માલની અછતના બહાને ભાવોમાં છાપાછાપી

રાજકોટ, તા., રરઃ  ખાદ્યતેલોના ભાવોમાં સટ્ટાકીય તેજી શરૂ થઇ હોય તેમ આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ર૦ રૂા.નો ઉછાળો થયો હતો.

સ્‍થાનીક બજારમાં બેસ્‍ટ કવોલીટીની મગફળીની અછતના બહાને આજે પણ સીંગતેલમાં વધુ ર૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સીંગતેલ લુઝ ૧૬૩૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૬પ૦ રૂા. ભાવ બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૯પ થી ર૭૪પ રૂા. હતા તે વધીને ર૭૧પ થી ર૭૬પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ર૦ રૂા.નો ઉછાળો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧ર૯પ રૂા. હતા તે વધીને ૧૩૦પ રૂા. થયા હતા. કપાસીયા ટીનના ભાવ રરરપ થી રર૭પ રૂા. હતા તે વધીને રર૪પ થી રર૯પ રૂા. થયા હતા.  છેલ્લા ૩ દિવસમાં સીંગતેલમાં ૮૦ રૂા. અને કપાસીયા તેલમાં ૬૦ રૂા.નો નોંધપાત્ર  ભાવવધારો થયો છે. કાચા માલની અછતના બહાને સટોડીયાઓએ ભાવોમાં છાપાછાપી  શરૂ કરી હોવાનુ વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.(૪.૧૭)

 

(3:44 PM IST)