<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

રૈયાધારની મહિલાને નવા પ્રેમી હાર્દિક જોશી સાથે બોલવાની ના પાડી જુના પ્રેમી કાનાએ ધમકી દીધી

રાતે પોલીસ સ્‍ટેશન પાસે ફિનાઇલ પી લીધાનો વિડીયો વાયરલ થયો હતો : આઠ વર્ષ પહેલા મહિલા પતિ સાથે ઝઘડો થતાં ઘર છોડી ગઇ ત્‍યારે કાના સાથે ઓળખાણ-પ્રેમ થયોઃ હવે બે વર્ષથી તે હાર્દિક સાથે પણ પ્રેમમાં હોઇ કાનાને ગમતું નહોતું: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૨: રૈયાધાર વિસ્‍તારમાં પતિ સંતાનોથી અલગ રહેતી બે સંતાનની માતાને આઠ વર્ષ જુના પ્રેમી અને હાલના પ્રેમી સાથે બોલાચાલી થતાં આઠ વર્ષ જુના પ્રેમીએ તું હાલના પ્રેમી સાથે બોલતી નહિ, મારી સાથે બોલવાનું બંધ કરતી નહિ તેમ કહી ફોન કરી મારી નાખવાની ધમકી આપી ગાળો દેતાં  આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મચ્‍છુનગર ક્‍વાર્ટર સામે પાણીના  ટાંકા નજીક રહેતાં રીનાબેન (ઉ.વ.૩૫) નામની મહિલાની ફરિયાદ પરથી મોટા વડા ગામના કાના મકવાણા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ઉલ્લેખનીય છે કે આ મહિલાએ રાતે યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન પાસે જઇ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ફરિયાદ નહિ લેવામાં આવે તો પોતે સળગી જશે તેવું કહ્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો.

તેણીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હાલ હું પતિ અને સંતાનોથી અલગ રહુ છું. આઠ વર્ષ પહેલા મારે પતિ  સાથે મારે માથાકૂટ થતાં હું ઘરેથી નીકળી ગયેલ અને એસટી બસ સ્‍ટેન્‍ડ પાસે ચાલી ગઇ હતી અને ત્‍યારે મારે ત્‍યાં કાના મકવાણા સાથે ઓળખાણ થયેલ અને તેની સાથે પ્રેમ સંબંધ થયેલ અને અમો સાથે રહેતા હતા. ત્‍યારબાદ મારે બે વર્ષ પહેલાં હાર્દિક અશોકભાઈ જોશી સાથે મિત્રતા થયેલ અને પ્રેમ સંબંધ થયેલ આ બાબતની જાણ કાના મકવાણાને થઇ ગઇ હતી.

છેલ્લા એક મહિનાથી કાના મકવાણાને હું હાર્દિક જોશી સાથે વાતચીત કરતી હોય તે ગમતું ન હોઇ જેથી અમારા ત્રણેય વચ્‍ચે બોલાચાલી થઇ હતી. કાનો મને ફોન કરી હાર્દિક સાથે બોલવાની ના પાડી મારી સાથે જેમ ફાવે તેમ બોલતો હોય જેથી મેં તેને આમ મારી સાથે બોલાચાલી કરવાની ના પાડી  હતી. દરમિયાન બુધવારે બપોરના બે વાગ્‍યાની આસપાસ હું મારા ઘરે હતી ત્‍યારે મને મારા મોબાઈલમાં દેવાભાઈનો ફોન આવેલ અને તેના પરથી કાના મકવાણાએ મારી સાથે બોલાચારી કરી ગાળો દીધી હતી. તેમજ જો હું તેની સાથે નહિ બોલુ તો મને મારી નાખંશે તેમ કહી ધમકી આપી હતી. આથી મેં ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં તેણીએ કહેતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ મહિલાએ રાતે મુંજકા પોલીસ સ્‍ટેશન પાસે ફિનાઇલની બોટલ સાથે પહોંચી હતી અને ફિનાઇલ પી લેતાં સારવાર માટે ખસેડાઇ હતી. તેની સાથેના કોઇ શખ્‍સે વિડીયો પણ ઉતાર્યો હતો. મહિલા તેમાં બોલતી હતી કે ફરિયાદ નહિ લેવામાં આવે તો અહિ જ સળગી જઇશ. પોલીસ તપાસમાં મહિલાને તેના બે પ્રેમી સાથેના ઝઘડાને કારણે માથાકુટ થતાં જુના પ્રેમીએ તેને ધમકી દીધાનું ખુલ્‍યું હતું.

 

(3:57 PM IST)