News of Thursday, 22nd January 2026
નાગેશ્વર પાસે શખેશ્વર એપાર્ટમેન્ટમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
આપઘાતનું કારણ અકબંધ

રાજકોટ, તા. રર ફ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર પાસે પટેલ ચોકમાં શખેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાને કયાં કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, નાગેશ્વર પાસે પટેલ ચોકમાં શખેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ સુરેશભાઇ પરમાર(ઉ.વ. ૩૦) નામના યુવાન ગઇકાલે રાત્રે ઘરે હતો ત્યારે તેના પત્ની બાથરૂમમાં જતા પાછળથી યુવાને રૂમમાં પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્ની બાથરૂમમાંથી બહાર આવતા પતિને લટકતી હાલતમાં જોઇ આધાતથી સ્તબ્ધ થઇ ગઇ હતી.બાદમાં તેણે તુરંત ૧૦૮ ને જાણ કરી હતી. ૧૦૮ ના ઇએમટીએ જોઇ તપાસી યુવાનને મળત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. મયુરસિહ જાડેજાએ અહીં આવી જરૂરી કાર્યવાહી કરી યુવાનના મળતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન સીએનસી મશીન બનાવવાનું કામ કરતો હતો. તે બે ભાઇના પરિવારમાં નાનો હતો. યુવાનને સંતાનમાં બે પુત્ર છે જે જામજોધપુર પાસે તેના મુળ વતને શાળામાં અભ્યાસ કરે છે. પતિ- પત્ની એકલા રહેતા હતાં. યુવાને કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:43 PM IST)










