હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લોધીકાના પાળ ગામે ૪ કરોડમાં ખેતીની જમીન ખરીદયા બાદ દસ્તાવેજ ન કરી છેતરપીંડી કરી
રાજકોટ સ્થિત કારખાનેદાર અમીશભાઇ રામાણીની રાજકોટના હીર માટીયા, મેહુલ માટીયા અને પાળના ૧૧ સહિત ૧૩ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા.૨૩: લોધીકાના પાળ ગામે રાજકોટના કારખાનેદાર ૪કરોડમાં ખેતીની જમીન ખરીદી કરી સાટ્ટાખાત કરી આપયુ હોવા છતા જમીનના મુળ માલીક સહિત ૧૩ શખ્ૃોએ ખોટા સોંગદનામા અને ખોટા સાટ્ટાખત કરી જમીનનો વેચાણ દસ્તાવેજ નહિ કરી આપી છેતરપીંડી કર્યાની લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ અમીશભાઇ કિશોરભાઇ રામાણી રહે. મણીનગર મવડી પ્લોટ રાજકોટએ આરોપી (૧) ભીખાભાઇ ભોપાભાઇ માટીયા, (ર) ડાયાભાઇ ભીખાભાઇ માટીયા, (૩) ભાયાભાઇ ભીખાભાઇ માટીયા, (૪) જયાબેન ભીખાભાઇ માટીયાવાઓ સોંડાભાઇ બાંભવા, (પ) ભીમાભાઇ ભીખાભાઇ માટીયા, (૬) રાજેશભાઇ ભીખાભાઇ માટીયા, (૭) મીનાબેન ડાયાભાઇ માટીયા, (૮) અંજનાબેન ડાયાભાઇ માટીયા, (૯) સાગર ડાયાભાઇ માટીયા, (૧૦) વિજયાબેન ડાયાભાઇ માટીયા, (૧૧) મેહુલ ડાયાભાઇ માટીયા, રે. તમામ પાળ ગામ અને (૧ર) હરીભાઇ ગોકળભાઇ માટીયા તથા (૧૩) મેહુલભાઇ અરજણભાઇ માટીયા રે. બન્ને રાજકોટ સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ભીખાભાઈ અને તેમના પરીવારના સભ્યો સાથે અમો ફરીયાદીએ શરૂઆતથી જ વિશ્વાસ રાખી અને તેઓએ તેમના હિસ્સામાં આવતી રકમ મેળવી લીધા પછી અમોતેમની સાથે પરીચય અને વિશ્વાસમાં હોય તમામ પરીવારના સ ભ્યોની સહમતીથી ભવિષ્યમાં સદરહુ જમીન બાબતે અમો ફરીયાદી સાથે જમીનને લગતા કોઇ પણ સરકારી કચેરીના કા મકાજ અર્થે પરીવારના તમાગમ સભ્યોને ધકકા ના થાય કે કોઇ હેરાનગતી ના થાય તે માટે તમામની સંમતિથી એકજ મા ણસ ભીખાભાઈ ના નામે અન્ય વારસદારોએ હકક જતા કરવાના સોગંદનામા કરી આપેલ પરંતુ ભીખાભાઈનો ઇરાદો ઙ્ગથમથીજ આ જમીન તેમના નામે થઇ જાય પછી ગુનાહીત વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાના ઇરાદાથી અમો ફરીયાદી ને કોઇ પણ જાણ કર્યા વગર અને અમારી સાથે કોઈ પણ ચર્ચા કર્યા વગર અને પોતે જાણે છે કે આ જમીનનો અમારી સા થે વેચાણ વ્યવહાર કરી આપેલ હોય તેમ છતા તેમના સીધીલીટીના વારસદારોના નામોવારસાઈ નોંધમા દાખલ કરાવી નોં ધ ઙ્કમાણીત કરાવેલ છે.અને ભીખાભાઈ તથા તેમના અન્ય વારસદારોને પણ આ જમીનનો અમારી સાથે થયેલ વેચાણ વ્યવહાર ની જાણ હોવા છતા અને અગાઉ ભીખાભાઈના નામે નોંધ કરાવવા માટે પોતાનો હકક જતો કરવાના સોંગંદના મા તથા સંમતિ પત્રકો કરી આપેલ હોય તેમ છતા ફરીથી આ જમીનમાં ડાયાભાઈના નામે હકક જતો કરવાના સોગંદનામા કરી આપેલ છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી ભીખાભાઈના તમામ વારસદારો પુત્રો, પુત્રીઓ, પૌત્રો, પૌત્રીઓ અને પુત્રવધુ તેમજ હરીભાઇ ગોકળભાઇ માટીયા તથા મેહુલભાઈ મેહુલભાઈ અરજણભાઇ અરજણભાઈ માઢીયા રહે.બન્ને રાજકોટ વાળા એમ તમામને જાણ હતી કે સને. ૨૦૧૭ માં આમો રો, ફરીયાદીને પાળની ખેતીની જમીન અંગે નોટરાઈઝ સાટાખત કરાર કરી આપેલ છે અને આ જમીન એ ફરીયાદ પાસેથી ૪ કરોડ લઇ આરોપીએ અને એમા ફરીયાદીને કેબજો સોંપી આપેલ છે. અને અમે ફરીયાદોનો કેબજો સોપી આપેલ છે. તેલ છતા તમામ આરોપીઓએ મળી પુર્વ આયોજીત કાવત્રુ રચી અમારી જમીન પચાવી પાડવાના ઇરાદે અગાઉ અમારી સાથે થયેલ વેચાણ વ્યવહાર તથા કરી આપેલ કુલમુખત્યારનામા તથા સોગંધનામા તથા સંમતીપત્રકો, સાટાખત, ચુકતે અવેજની પહોંચ વિગેરે તમામ હકિકત જાણતા હોવા છતા તે હકિકત છુપાવી ફરી વખત ખોટા સોગંધનામા તથા ખોટા સાટાખત કરી તે મામલત દાર કચેરી લોધીકામાં રજુ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનાહીત કાવતરૂ કરી આજદીન સુધી ઉપરોકત જમીનનો દ સ્તાવેજ અમો ફરીયાદીને નહીં કરી આપી અમારી સાથે છેતરપીંડી કરેલ છે.
આ ફરીયાદ અન્વયે લોધીકા પોલીસે ઉકત તમામ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. (પ-૧૮)










