<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

પડધરીના ખાખરાબેલામાં રસોઇ વખતે તેલ ઢોળાતાં પતિએ ઠપકો દેતાં પત્‍નિનો આપઘાત!

૨૭ વર્ષિય લીલાબેન રાઠોડે રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડયોઃ માસુમ પુત્ર મા વિહોણો

રાજકોટ તા. ૨૩: પડધરીના ખાખરાબેલા ગામે પતિ સાથે વાડીમાં રહી મજૂરી કરતી મુળ મધ્‍યપ્રદેશની પરિણીતાને પતિએ રસોઇ બનાવતી વખતે તેલ ઢોળાઇ જવા પ્રશ્ને ઠપકો આપતાં માઠુ લાગતાં ઝેર પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ખાખરાબેલા ગામે વાડીમાં રહેતી લીલાબેન કલ્‍પેશભાઇ રાઠવા (ઉ.વ.૨૭) નામની પરિણીતાએ રાતે નવેક વાગ્‍યે વાડીએ ઝેરી દવા પી લેતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સવારે મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પડધરી પોલીસન ેજાણ કરી હતી.

આપઘાત કરનાર લીલાબેન મુળ મધ્‍યપ્રદેશની વતની હતી. તેણીના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરો છે. પતિ અને પરિવારજનો સાથે તે એકાદ વર્ષથી ખાખરાબેલા ગામે વાડીમાં રહી મજૂરી કરતી હતી. સાંજે રસોઇ બનાવતી વખતે તેનાથી તેલની બરણી ઉંધી વળી જતાં તેલ ઢોળાઇ જતાં પતિએ આ બાબતે ધ્‍યાન રાખવાનું કહી ઠપકો આપ્‍યો હતો. આ કારણે તેણીને માઠુ લાગી જતાં ઝેરી દવા પી લીધાનું પતિએ કહ્યું હતું. પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાથી માસુમ દિકરો મા વિહોણો થઇ ગયો છે. 

(12:03 PM IST)