<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

શ્‍યામ મંદિર સમિતિ દ્વારા મંગળવારે પૂ. શામજીબાપુનો પૂણ્‍યતિથિ મહોત્‍સવ ઉજવાશે : શોભાયાત્રા, ધર્મસભા

બપોરે મહાપ્રસાદ અને સાંજે મહાઆરતી : પૂર્વ સંધ્‍યાએ સંતવાણીનું આયોજન

રાજકોટ, તા. ર૩ : ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ શ્‍યામ મંદિર સમિતિ દ્વારા પૂ. શ્રી શામજીબાપુની ૪૩ મી પૂણ્‍યતિથિ નિમિતે તા. ર૭ ના મંગળવારે શોભાયાત્રા અને ધર્મસભા સહીતનું આયોજન કરાયું છે.

‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવેલ કે, મહાસુદ નોમના તા. ર૭ ના મંગળવારે શ્રી શામજી બાપુની ૪૩મી પૂણ્‍યતિથિએ ધર્મોત્‍સવ યોજેલ છે, સવારે ૬:૩૦ વાગ્‍યે પૂજનવિધિ કરાશે.

સવારે ૮ વાગ્‍યે શોભાયાત્રા યોજેલ છે. જે શ્રી કમલેશ્વર મંદિરે પ્રસ્‍થાન થઇ નિયત રૂટ ઉપર કરી શ્‍યામ મંદિરે સમાપન પામશે. જેમાં મુખ્‍ય રથ ઉપરાંત ટ્રેકટર સહિતના નાનામોટા વાહનોમાં સુશોભિત કરાયેલ ફલોટસ જોડાશે. શોભાયાત્રા પૂર્ણ થયે સવારે ૧૦:૩૦ વાગ્‍યે ધર્મસભા રાખેલ છે, ત્‍યારબાદ મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા છે, સાંજે ૭ વાગ્‍યે મહાઆરતી થશે.

મહોત્‍સવના પૂર્વ દિવસની સંધ્‍યાએ તા. ર૬ ના સોમવારે રાત્રે ૯:૩૦ વાગ્‍યે સંતવાણી કાર્યક્રમ રાખેલ છે. જેમાં કાળુ મહારાજ, વિપુલ મહારાજ, પુજાબેન ગોંડલીયા (ભજનીક), નિરવભાઇ (સાહિત્‍યકાર) અને  સાજીંદા ગૃપ સેવા આપશે.

ઉપરાંત તા. ૩૧ ના શનિવારે શ્રી વિશ્વકર્મા દાદાની જયંતિ ઉજવવા પણ આયોજન કરાયું છે. જ્ઞાતિજનો અને ધર્મપ્રેમીજનોએ આ તમામ કાર્યક્રમોનો લાભ લેવા શ્રી શ્‍યામ મંદિર ઉત્‍સવ સમિતિ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્‍યામ મંદિર ઉત્‍સવ સમિતિના અરવિંદભાઇ રાઠોડ, ચંદુભાઇ ગરનારા, નટુભાઇ વાઘેલા, મહેશભાઇ સોલંકી, અશોકભાઇ ચોટલીયા, દિનેશભાઇ મારૂના નેતૃત્‍વ હેઠળ સમિતિના સભ્‍યો અને સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ‘શ્રી શ્‍યામ મંદિર સમિતિના આગેવાનો' નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

 

(2:10 PM IST)