તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૯ સોમવાર
News of Friday, 23rd January 2026
રેલવેસ્ટેશન અને ટ્રેનમાંથી મુસાફરોના મોબાઇલ ચોરી લેતો સાગર પકડાયો
રેલવે એલ.સી.બી.ના હેડકોન્સ આર.સી.પટેલની બાતમીઃ રૂા.૫૭ હજારના બે મોબાઇલ કબ્જે

રાજકોટ, તા.૨૩: શહેરના રેલવે સ્ટેશનમાં તથા ટ્રેનમાં મુસાફરોના મોબાઇલ ફોનની ચોરી કરનારા ગોંડલના શખ્સને રેલવેની એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે પકડી લીધો હતો.
મળતી વિગત મુબજ રેલવેસ્ટેશનમાં તથા ટ્રેનમાંથી મુસાફરોના મોબાઇલ ફોનની ચોરી કરનાર શખ્સોને પકડી પાડવા માટે ગુજરાત રેલવે વિભાગના આઇ.જી. પરીક્ષીતા રાઠોડ અને પヘમિ રેલવે અમદાવાદના એસ.પી. યશપાલ જગાણીયાની સૂચનાથી રાજકોટ રેલવે એલ.સી.બી.ના પી.આઇ. જે. આર. દેસાઇના માર્ગદર્શન હેઠઇ પી.એસ.આઇ. જે.એમ. પરમાર સ્ટાફ સાથે રેલવેસ્ટેશન પર પેટ્રોલીંગમાં ત્યારે હેડકોન્સ આર.સી.પટેલને બાતમી મળતા રેલવે પ્લેટફોમ પર આંટાફેરા કરતા એક શંકાસ્પદ શખ્સને પકડીલઇ તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ સાગર રાજુભાઇ સોલંકી (ઉ.વ.૨૦) (રહે. ગોંડલ સરકારી હોસ્પિટલની સામે ઝુપડામાં) આપ્યુ હતું પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી બે ેમોબાઇલ ફોન મળી આવતા તેની વધુ પુછપરછ કરતા તેણે ટ્રેનમાંથી મુસાફરના બંને મોબાઇલ ચોરી કર્યાની કબુલાત આપતા એલસીબીની ટીમે સાગર સોલંકીને પકડી લઇ રૂા. ૫૬, ૯૯૮ની કિંમતના બે મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા. આ કામગીરી પી.એસ.આઇ. જે.એમ. પરમાર, એ.એસ.આઇ. બલભદ્ર સિંહ , હેડકોન્સ. આર.સી. પટેલ, કોન્સ. હસમુખભાઇ, તથા કોન્સ શૈલેષભાઇ દ્વારા કરવામાં આવી હતી.
(3:59 PM IST)










