News of Friday, 23rd January 2026
સીંગતેલમાં બે દિ'માં પ૦ રૂા. વધી ગયાઃ ડબ્બાનો ભાવ ર૮૦૦ રૂા. તરફ

રાજકોટ, તા., ર૩: ખાદ્યતેલોના ભાવોમાં સટ્ટાકીય તેજી શરૂ થઇ હોય તેમ આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂપીયાનો ઉછાળો થતા અને બે દિ'માં પ૦ રૂા.નો ભાવવધારો થતા સીંગતેલ ડબ્બાનો ભાવ ર૮૦૦ રૂા.ની સપાટી તરફ સરકી રહયા છે.
સ્થાનીક બજારમાં બેસ્ટ કવોલીટીની મગફળીની અછતના બહાને આજે પણ સીંગતેલમાં વધુ ૧૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સીંગતેલ લુઝ ૧૬૫૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૬૬૦ રૂા. ભાવ બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૭૩પ થી ર૭૮પ રૂા. હતા તે વધીને ર૭૪પ થી ર૭૯પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ પ રૂા.નો ઉછાળો થયો હતો. કપાસીયા ટીનના ભાવ રર૮૫ થી ર૩૧૫ રૂા. હતા તે વધીને રર૯૦ થી ર૩૨૦ રૂા. થયા હતા.
છેલ્લા ૩ દિવસમાં સીંગતેલમાં ૧૩૦ રૂા. નો નોંધપાત્ર ભાવવધારો થયો છે. કાચા માલની અછતના બહાને સટોડીયાઓએ ભાવોમાં છાપાછાપી શરૂ કરી હોવાનુ વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.(૪.૧૮)
(2:38 PM IST)










