<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

મારવાડી યુવા મંચ દ્વારા સોમવારે રક્‍તદાન કેમ્‍પ

સિવિલ હોસ્‍પિટલના દર્દીઓના લાભાર્થે સ્‍વ.સતીશચંદ્ર અગ્રવાલની પૂણ્‍યતિથિ નિમિતે

તસ્‍વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા દેવ અગ્રવાલ, દરર્શીલ અગ્રવાલ, પવન પારીક, શ્રેય અગ્રવાલ નજરે પડે છે. 

રાજકોટ, તા. ૨૩ : મારવાડી યુવા મંચ, રાજકોટ શાખા દ્વારા રકતદાન શિબિર સ્‍વ.સતીશચંદ્ર ડી. અગ્રવાલની પૂણ્‍યતિથિ નિમિતે યોજેલ છે. ૨૬ જાન્‍યુઆરીએ સવારે ૯:૩૦ થી બપોરે ૧:૩૦ વાગ્‍યા સુધી નાગર બોર્ડીંગ, વિરાણી સ્‍કુલ સામે, ટાગોર રોડ ખાતે યોજેલ આ રકતદાન કેમ્‍પમાં એકત્ર રકત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં જરૂરીયાતમંદ દર્દીઓને મફત પૂરૂ પાડવામાં આવશે.

મારવાડી યુવા મંચ, રાજકોટ શાખા પ્રમુખ આકાશ જૈન, માનદ સચિવ દેવ અગ્રવાલ, તેમજ મારવાડી યુવા મંચ પરિવારના સભ્‍યો અને ભાગીદાર સંસ્‍થાઓના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

આ રકતદાન શિબિરમાં ભાગ લેનારા તમામ રકતદાતાઓને આકર્ષક ભેટો આપવામાં આવશે અને આર. જયત અગ્રવાલ દ્વારા તેમનું સન્‍માન પણ કરવામાં આવશે.

આ રકતદાન શિબિરમાં આયોજનમાં આર. જયંત અગ્રવાલ, વિમલ ડોરો, પિયુષ ઘાંઘા, રો. પિયુષ પંચાસરા, રો. જીજ્ઞેશ પાંઉ, શ્રીમતી નીમીષાબેન વોરા, શ્રીમતી મીનાબેન તાના અને જીત અગ્રવાલનો ખાસ સહયોગ મળ્‍યો છે.

મારવાડી યુવા મંચ, રાજકોટ શાખા દ્વારા શહેરના તમામ દાતાઓને દેશભકિત, માનવ સેવા અને સેવાના આ પવિત્ર પ્રસંગે રકતદાન કરીને સમાજ પ્રત્‍યેની પોતાની ફરજ નિભાવવા વિનંતી કરવામાં આવી છે.

 

 

(2:47 PM IST)