<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે શાનદાર રીહર્સલઃ એડી. કલેકટર રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવશે

પોલીસ-એનસીસી-હોમગાર્ડઝ દ્વારા માર્ચપાસ્‍ટઃ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કૃતિક નૃત્‍યો

રાજકોટ  તા. ૨૩ :.. રાજકોટ શહેર-જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની દેશભક્‍તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા કલેક્‍ટરશ્રી ડો. ઓમ પ્રકાશના નિર્દેશમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ શહેરકક્ષાના પ્રજાસત્તાક પર્વની ચૌધરી હાઈસ્‍કૂલ ખાતે થનારી ઉજવણી પૂર્વે આજે સવારે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્‍યું હતું.

સવારે ૯ કલાકે રિહર્સલનો પ્રારંભ થયો હતો. સૌથી પહેલા ધ્‍વજવંદન-રાષ્‍ટ્રગાન થયું. બાદમાં અધિકારી દ્વારા પરેડ નિરિક્ષણ કરવામાં આવ્‍યું હતું. એ પછી પોલીસ, હોમગાર્ડ્‍સ તથા એન.સી.સી.ની ગર્લ્‍સ બટાલિયનની પ્‍લાટૂન દ્વારા માર્ચ પાસ્‍ટ યોજવામાં આવી હતી. આ તકે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા યોગ તેમજ સાંસ્‍કળતિક નળત્‍ય કળતિઓ રજૂ કરવામાં આવી હતી.

સમગ્ર રિહર્સલના ઝીણવટપૂર્વક નિરિક્ષણ બાદ પヘમિ મામલતદાર  એ.એમ. જોશી, દક્ષિણ મામલતદાર  આર.કે.  સરવૈયા, તથા પૂર્વ મામલતદાર  એન. પી. અજમેરા સહિતના અધિકારીઓએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વિવિધ વિભાગો-ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.

મહત્ત્વનું છે કે, ચૌધરી હાઈસ્‍કૂલના પ્રાંગણમાં ૨૬મીએ શહેરકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિવાસી અધિક કલેક્‍ટર શ્રી એન.કે. મુછારની અધ્‍યક્ષતામાં કરવામાં આવશે. 

(3:29 PM IST)