<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

અટલ સરોવરનું અનોખું આકર્ષણઃ આજ દિન સુધી ૧૪ લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત

પર્યાવરણને ધ્‍યાનમાં રાખીને ૭૫ એકરમાં ‘રિડ્‍યુસ, રિયૂઝ અને રિસાઇકલ'ના સિદ્ધાંતો પર થયું છે અટલ સરોવરનું નિર્માણ

ગાંધીનગર, ૨૩ :  છેલ્લા અઢી દાયકામાં ગુજરાતે શહેરીકરણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. વર્ષ ૨૦૦૫માં તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્‍યો હતો. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્‍ય શહેરોમાં માળખાગત સુવિધાઓ અને નાગરિક સેવાઓનું સતત વિસ્‍તરણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટ અંતર્ગત વિકસેલું અટલ સરોવર તેનું ઉત્તમ ઉદાહરણ છે.

૭૫ એકરમાં ‘રિડ્‍યુસ, રિયૂઝ અને રિસાઇકલ'ના સિદ્ધાંતો પર થયું છે અટલ સરોવરનું નિર્માણ

રાજકોટ સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટ હેઠળ ૯૩૦ એકરના ગ્રીનફિલ્‍ડ વિસ્‍તારમાં ત્રણ તળાવોનું આયોજન કરવામાં આવ્‍યું છે, આ પ્રોજેક્‍ટનો કુલ ખર્ચ રૂા. ૧૩૬ કરોડ છે, જેમાં ૧૫ વર્ષ સુધી સંચાલન અને જાળવણીનો સમાવેશ થાય છે. સૌરાષ્‍ટ્ર ક્ષેત્રમાં અટલ સરોવર થકી પહેલી વખત કોઈ પ્રોજેક્‍ટના વિકાસમાં 3R સિદ્ધાંતોનો અમલ કરવામાં આવ્‍યો છે.

 

(3:33 PM IST)