<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિંદ ફોજ અને સોૈરાષ્‍ટ્રના સિંહ અમૃતલાલ શેઠ તથા સોપાન : ઇતિહાસનું અજાણ્‍યા

આજે ૨૩ જાન્‍યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્‍મતિથિ ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્‍હે આઝાદી દુંગા'નો  ગગન નાદ કરનાર, જાપાનીઓના હજારો હીંદી સૈન્‍ય કેદીઓમાંથી આઝાદ હિંદ ફોજ બનાવી બરમાના રસ્‍તે કૂચ કદૂમ કરનાર અને આઝાદ હિંદ ફોજ ના પ્રથમ રેડીયો સંદેશામાં ‘મહાત્‍મા ગાંધી'ને સહુ પ્રથમવાર ‘રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી'નું નામાભિધાન  કરનાર સુભાષચંદ્ર બોઝને લાખ લાખ વદંન.

એમના જીવન અને કાર્યના એક નહીં જાણીતા ઇતિહાસના નાના પુષ્‍ઠની  આજે વાત કરવાની છે.

નેતાજી જ્‍યારે બરમા પ્રવેશ કરી ચૂક્‍યા હતા અને તેમના ત્‍યાર પછીનો ઇતિહાસ, તેમના હવાઇ અકસ્‍માતમાં આકસ્‍મિક વિદાય અને અનેક પંચોના તારણો પૂર્વેની આ વાત છે ફૂલછાબ અનેજન્‍મભૂમિના સ્‍થાપક અને સોૈરાષ્‍ટ્ર ટ્રસ્‍ટના મોવડી, જવા મર્દ પત્રકાર અમૃતલાલ શેઠને ‘આઝાદ હિંદ ફોજ'નો ઇતિહાસ  હજુ ગુલામ રહેલાં ભારતમાં જ લખવાનો નિરધાર કર્યો અને તેના માટે વિગતો-સહિત્‍ય-દસ્‍તાવેજ એકત્ર કરવા ખાનગી રીતે રંગૂન જઇ  અને ગુપ્‍ત રીતે મોટો ટ્રક ભરાય તેવું આઝાદ હિંદ ફોજનું સાહિત્‍ય લઇ આવ્‍યા. તેમના જ જમાઇ અને જન્‍મભૂમિના સહતંત્રી એવા મોહનભાઇ સોપાન ( જેમના લગ્ન લાભુબેન સાથે થયેલા)ને નેતાજી સુભાષચંદ્ર પરનું પુસ્‍તક અંગ્રેજીમાં લખવાનું નકકી કર્યુ, સંપાદન કાર્ય ચાલુ કર્યુ ગુજરાતના જાહેર જીવનના અગ્રણી સ્‍વ. વજુભાઇ શાહના ત્રીજા ક્રમનાભાઇ જયંતિલાલ મ.શાહ રાણપુર-જોરાવરનગરમાં પ્રીન્‍ટીંગ પ્રેસ લીધેલું અને ભારતીય સાહિત્‍ય સંઘ દ્વારા ઉતમ પ્રકાશન કરતાં. તેમને અંગ્રેજી ગ્રંથ છાપવાનું નકકી થયું ર૧ ઓકટોબરે ૧૯૪૬ના શ્રી જયંતિભાઇ (બાબુભાઇ) એ સંસ્‍કાર સાહિત્‍ય મંદિરના નામે ૫૫૮ પાનાનું નેતાજી સુભાષચંદ્ર બોઝ હીઝ લાઇફ એન્‍ડ વર્ક. અંગ્રેજીમાં પ્રકાશિત કર્યુ. કિંમત માત્ર ૧૧ રૂપિયા અપેક્ષા પ્રમાણે વેચાણ થયું નહિ અને પ્રીન્‍ટીંગ પ્રેસ બાબુભાઇ શાહે વેંચવું પડયું. પછી પ્રકાશનનું કાર્ય ભાવનગર ખાતે છ દસકાઓ કર્યુ. પણ પોતાનું પ્રીન્‍ટીંગ પ્રેસ ખરીદી શકયા નહીં આવો જમાનો હતો. સુભાષબાબુની જાનને ન્‍યોછાવર કરનાર આઝાદ હિંદ ફોઝની પરંપરા અને બીજી બાજુ તેમની અનફેસાની અંગે મુક રીતે યોગદાન  આપનાર પ્રકાશક અલબત્ત આ પુસ્‍તક ગુજરાતીમાં ચલો દિલ્‍હી નામથી ગુજરાતીમાં નવસંસ્‍કરણ પામી ગુજરાતીમાં છપાયું અને તેને ખૂબ બહોળી પ્રસિધ્‍ધિ મળી હતી. અમૃતલાલ શેઠની રંગૂન જઇ દસ્‍તાવેજો ગુપ્ત રીતે લાવવાની પત્રકારિતા, ચાર જ ચોપડી ભણેલા મોહનલાલ મહેતા સોપાનનું અંગ્રેજીમાં ચોટદાર ભાષામા થયેલું સંપાદન. ૨૩ જાન્‍યુઆરી ૧૮૯૭માં જન્‍મ પામેલાં સુભાષચંદ્ર બોઝ ઇતિહાસનું એક એવું અમર પાત્ર છે જેને વિશે સૌથી વધુ દંતકથા, સમાન વાતો, લેખો, ગ્રંથો લખાયા જ કરે છે. એ ઉલ્લેખનીય છે કે સોપાનનું આ પુસ્‍તક પ્રકાશિત થયું ત્‍યારે ૧૯૪૬ની સાલ હતી. તાઇવાનના ટાપુ પાસે વિમાની અકસ્‍માતમાં નેતાજી સુભાષચંદ્રબોઝનો આકસ્‍મિક ભોગ લેવાયો તે તારીખ ૧૮ ઓગસ્‍ટ ૧૯૪૫ ગણાય છે એટલે આઝાદહિન્‍દ ફોજનું આ અપ્રાપ્‍ય પુસ્‍તક એક પ્રમાણભૂત દસ્‍તાવેજ છે અને તેનું પૂનઃપ્રકાશન તેમજ ગુજરાતી ગ્રંથ  ‘‘ચલો દિલ્‍હી'' પૂનઃપ્રકાશન નવી પેઢીને ભારતીય સ્‍વાતંત્રય સંગ્રામના મહાત્‍મા ગાંધીના નેતૃત્‍વ નીચે લડાયેલ, અહિંસક સત્‍યાગ્રહો, ભારતીય  ક્રાંતિવીરો દ્વારા અપાયેલા બલીદાનો અને આઝાદી સંગ્રામમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોઝ વિશે ઇતિહાસના પનાઓ ખોલશે. આઝાદી જંગમાં પકડાયેલ આઝાદ હિંદ ફોઝના યુધ્‍ધ કેદીઓ સામે લાલ કિલ્લામાં ચાલેલા ખટલામાં પંડીત જવાહરલાલ નહેરુ અને ભુલાભાઇ દેસાઇએ જબરજસ્‍ત કાનુની લડાઇ આપી એ પણ ઇતિહાસનું અજાણ્‍યું પૃષ્‍ઠ છે. તો સરદાર વલ્લભભાઇના નેતૃત્‍વ હેઠળ આઝાદહિંદ ફોઝ માટે દેશભરમાં ક્રોગ્રેંસ દ્વારા એકત્ર કરવામાં આવેલ ફાળો અને તેનો પત્રવ્‍યવહાર હમણા જ  બહેન ધ્રુતીલાલાએ ખૂબ ઉંડાણપૂર્વક લખેલા પુસ્‍તક ‘‘સ્‍વાતંત્રય રત્‍ન લાલાકાકા'' માં (સરદારના નીકટતમ સાથી)માં ૨૭ ડીસેમ્‍બર ૧૯૪૭નો પત્ર ઇતિહાસનો એક નવા પાસાને ઉજાગર કરે છે. ઇન્‍ડિયન નેશનલ આર્મીનામનો એક અલગ ખાતુ ખોલવામાં આવ્‍યું હતું તેને સમેટવાની સૂચનાઓ સરદાર સાહેબનો ભોગીલાલ લાલા પરના અપ્રગટ પત્ર હમણાં જ આ પુસ્‍તકમાં ઉજાગર થયો છે.  સુભાષબાબુની ૧૨૯મી જન્‍મજયંતિએ અનેક વંદન 

 સંદર્ભ-સંકલનઃ અનામિક શાહ.

(3:36 PM IST)