તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 23rd January 2026
ખાદ્યતેલના ૩ નમુના લેવાયાઃ બે ને લાઇસન્સ અંગે સૂચનાઃ ફુડ શાખા ત્રાટકી
શહેરના હેમુ ગઢવી હોલ પાછળ હોકર્સ ઝોનમાં મનપાની ચકાસણી : ઓમ એજન્સી તથા શ્રી રામ એજન્સીમાંથી સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલાયા

રાજકોટ તા. ર૩: મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના હેમુ ગઢવી હોલ પાછળ હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૬ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦ર ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાદ્ય ચીજોના કુલ ૧૬ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં કરીમ એગ્ઝ તથા ભરત દાળ પકવાનને લાઇસન્સ મેળવવા બાબતેસૂચના આપવામાં આવેલ.
નમુનાની કામગીરી
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે કુલ ૦૩ નમૂના લેવામાં આવેલ.
પરાગ ગ્રાઉન્ડનટ ઓઇલ (ફ્રોમ પ લી. પેકડ) તથા કાકા કોટનશીડ ઓઇલ (ફોર્મ ૪.૩પ૦ કેજી પેકડ) ઓ એજન્સી, શ્રીરામ કોમ્પ્લેક્ષ, મામા સાહેબના મંદિર સામે, રૈયા રોડ, વંદના શીંગતેલ (ફ્રોમ પ લી. પેકડ) શ્રી રામ એજન્સી, શોપ નં. ૦૬ રાજ પેલેસ, સાધુવાસવાણી રોડ ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા.
(3:37 PM IST)










