News of Friday, 23rd January 2026
ઓમનગર બીઆરટીએસ બસ સ્ટોપ પાસે કાર પાછળ કાર અથડાતાં બંનેમાં નુકસાન

રાજકોટઃ શહેરના અલગ અલગ માર્ગો પર રોજબરોજ અકસ્માત સર્જાતા રહે છે. મવડી ૧૫૦ રીંગ રોડ પર ઓમનગર બસ સ્ટોપ પાસે બપોરે બીએમડબલ્યુ કાર પાછળ ફોર્ડની કાર ધડાકાભેર અથડાતાં બંને કારમાં નુકસાની થઇ હતી. આ અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને થોડો સમય ટ્રાફિક જામ થઇ ગયો હતો. સદ્દનસિબે કોઇને ઇજા પહોંચી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:39 PM IST)










