તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd January 2026
હવે સ્ટ્રીટ વેન્ડર્સ પાસે પણ ક્રેડીટ કાર્ડ હશે : નરેન્દ્રભાઇ મોદી
MoHUA દ્વારા નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને તીરુવનંતપુરમ, કેરળ ખાતે PMSVAnidhi યોજનાના કાર્યક્રમનું મનપા દ્વારા જીવંત પ્રસારણ : બહોળી સંખ્યામાં લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાઃ મેયર, ધારાસભ્ય, પદાધીકારીઓ હસ્તે PMSvanidhi યોજનાના લાભાર્થીઓને ટોકન સ્વરૂપે સહાય વિતરણ

રાજકોટઃ તા.૨૩ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને PMSVAnidhi યોજનાનો કાર્યક્રમ તીરુવનંતપુરમ,કેરળખાતે યોજવામાં આવેલ. આ કાર્યક્રમની સમાંતર મહાનગરપાલિકા દ્વારા આજે તા.૨૩ ને શુક્રવારના રોજના શ્રી અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબેલી બાગ, રાજકોટ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે રાજકોટ ખાતે યોજવામાં આવેલ. આ જીવંત પ્રસારણ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવો વરદ હસ્તે લાભાર્થીઓને ટોકન સ્વરૂપે સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ રાજયની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સમાંતર રીતે યોજવામાં આવેલ. જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તીરુવનંતપુરમ,કેરળખાતેના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલ.
આ અવસરે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તીરુવનંતપુરમ, કેરળ ખાતેના કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે કેરાલાથી સમગ્ર દેશમાં PM SVANidhi યોજનાના ક્રેડિટ કાર્ડની શરૂઆત કરવામાં આવી છે, જે દેશના સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના વ્યવસાયકારો માટે એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે. વડાપ્રધાન એ જણાવ્યું હતું કે ‘વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે આજે સમગ્ર દેશ એકજુટ થઈ કાર્ય કરી રહ્યો છે અને ખાસ કરીને અર્બન ક્ષેત્રે ભારત વિકાસની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધી ચાર લાખથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું અને સન્માનપૂર્ણ આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આવનાર સમયમાં પણ આ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે જેથી કોઈપણ નાગરિક દ્યરવિહોણો ન રહે. આવાસ સાથે સાથે સરકારનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોના જીવનસ્તરમાં સર્વાંગી સુધારો કરવાનો છે.
ગરીબ પરિવારોના રોજિંદા ખર્ચમાં દ્યટાડો થાય તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા PM સૂર્ય દ્યર યોજના અમલમાં મુકવામાં આવી છે,
સ્ટ્રીટ વેન્ડર્સ વિશે વાત કરતાં વડાપ્રધાનએ જણાવ્યું હતું કે રસ્તા પર કે શેરીઓમાં માલ વેચીને જીવન નિર્વાહ કરતા નાગરિકોને મુખ્યધારામાં લાવવા માટે કેન્દ્ર સરકારે સૌપ્રથમ PM SVANidhi યોજના અમલમાં મૂકી હતી. આ યોજના દ્વારા લાખો સ્ટ્રીટ વેન્ડર્સે બેન્કોમાંથી લોન મેળવી પોતાનો વ્યવસાય વિકસાવ્યો છે. હવે સરકાર એક પગલું વધુ આગળ વધી છે અને આ યોજનામાં PM SVANidhi ક્રેડિટ કાર્ડની સુવિધા શરૂ કરી છે. અગાઉ ક્રેડિટ કાર્ડ માત્ર સમૃદ્ધ વર્ગ સુધી સીમિત હતું, પરંતુ હવે સ્ટ્રીટ વેન્ડર્સ પાસે પણ ક્રેડિટ કાર્ડ હશે, જે તેમના વ્યવસાયને વધુ મજબૂત બનાવશે.
આ તમામ યોજનાઓ અને વિકાસકાર્યો દ્વારા કેન્દ્ર સરકાર ગરીબથી ગરીબ નાગરિકને સશક્ત બનાવી, આત્મનિર્ભર બનાવી અને સર્વાંગી વિકાસ દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે અવિરત કાર્યરત હોવાનું વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.
પ્રથમ તબક્કામાં રૂ. ૧૫,૦૦૦ ની બીજા તબક્કામાં રૂ. ૨૫,૦૦૦ ની અને ત્રીજા તબક્કામાં રૂ.૫૦,૦૦૦ ની જામીનગીરી મુક્ત વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે તેમજ ડીજીટલ ટ્રાન્ઝેક્શન પર વાર્ષિક રૂ. ૧૬૦૦ નું કેશબેક પણ મળવાપાત્ર છે. બીજા તબક્કાની લોન પૂર્ણ કરેલ શેરી ફેરીયાઓને રૂ. ૩૦,૦૦૦ ની મર્યાદામાં ક્રેડીટ કાર્ડની પણ સુવિધા પણ ઉપલબ્ધ બનશે.
આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરેલ ત્યારબાદ શાબ્દિક સ્વાગત શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ. પુષ્પ અને ખાદીના રૂમાલ વડે સ્વાગત શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેનશ્રી દિલીપભાઈ લુણાગરિયા દ્વારા કરવામાં આવેલ. PMSvanidhi યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ટોકન સ્વરૂપે સહાય વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક ી મનીષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કાયદો અને નીયમન સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર ઓ મંજુબેન કુગશીયા, દુર્ગાબા જાડેજા, વિનુભાઈ સોરઠીયા, દક્ષાબેન વસાણી, નાયબ મ્યુનિસિપલ સમીર ધડુક, સહાયક કમિશનર વિપુલ દ્યોણીયા, એન્ક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, મેનેજર ઓ કૌશિક ઉનાવા, રાજીવ ગામેટી, પ્રણય પંચોલી, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, બહોળી સંખ્યામાં PMSvanidhi યોજનાના લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહેલ.(૩પ-ર૦)
(3:40 PM IST)










